HomeSurat NewsVNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩...

VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત – INDIA NEWS GUJARAT

Date:

VNSGU 55th Convocation: દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના 55માં પદવીદાન સમાહરોહમાં ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવતા પરિવાર અને સમાજનું ગૌરવ દીકરીએ વધાર્યો છે.

ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બની સંસ્કૃત ભાષાસાથે જોડવાનું ધ્યેય

દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 55મા પદવીદાન સમારોહમાં ભરૂચ વતની ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડે સંસ્કૃત ભાષામાં ૩ ગોલ્ડ મેડલ સાથે M.A.એટલે કે માસ્ટર ઓફ આર્ટસની પદવી મેળવી હતી.સરસ્વતીએ જણાવ્યું હતું કે પરિવારમાં ઉચ્ચ અભ્યાસ કરનાર હું પ્રથમ અને એકમાત્ર દીકરી છું અને ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બની પોતાના જેવા અનેક ગરીબ બાળકોને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું ધ્યેય હોવાનું જણાવ્યું હતું.

VNSGU 55th Convocation: હાલ વલસાડમાં B. EDનો અભ્યાસ કરે છે

સરસ્વતી હાલ વલસાડમાં B. EDનો અભ્યાસ કરે છે અને M.ED કરી શિક્ષક બનવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે, ધોરણ ૧૦ બાદ સંસ્કૃત ભાષા તરફ વધેલા ઝુકાવને કારણે મેં આ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું હતું. આધુનિક યુગમાં જ્યાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત બની પોતાની પરંપરાને ભૂલી ગેરમાર્ગે દોરવાઈ જાય છે, ત્યારે હું સંસ્કારી ભાષા એવી સંસ્કૃત ભાષાના માધ્યમથી બાળકોને ભારતીય સંસ્કૃતિ, ભાષાની જનની સંસ્કૃતની સુંદરતા, વિશેષતાથી સૌને અવગત કરવા ઈચ્છું છું. સંસ્કૃત ભાષા સાથે તાદાત્મ્ય સાધી વિદ્યાર્થીઓ પરિવાર કે સમાજ પ્રતિ જવાબદારીભર્યું વર્તન કરશે.સરસ્વતીએ ન માત્ર પોતાના પરિવાર પરંતુ સમગ્ર સમાજની દીકરીઓ માટે આદર્શ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories