HomeSurat NewsVNSGU: નર્મદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી દંડની જોગવાઈ, વિદ્યાર્થીઓ દ્વારા કરાતી ગેરરીતિ...

VNSGU: નર્મદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી દંડની જોગવાઈ, વિદ્યાર્થીઓ દ્વારા કરાતી ગેરરીતિ રોકવા માટે પ્રયાસ – INDIA NEWS GUJARAT

Date:

VNSGU: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલણી નોટ મૂકવા સહિત અભદ્ર ભાષામાં લખાણ લખવા મુદ્દે યુનિવર્સિટીનું આકરું વલણ જોવા મળી રહ્યું છે. વારંવાર આ પ્રકારની બનતી ઘટનાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

પરીક્ષાની ઉતરવહીમાં હવે કાઇપણ નિયમ વિરુદ્ધ નહીં કરાય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, હાલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને શંકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહીમાં 100 અને 500 ના ચલણી નોટો મૂકી પાસ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ કેટલીક ઉત્તરવહીઓમાં અભદ્ર ભાષામાં લખાણ પણ લખવામાં આવી રહ્યા છે. જેના પગલે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. હાલની પરીક્ષાઓમાં આ પ્રકારની ગેરરીતિની આશંકાઓ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલની પરીક્ષાઓ ચાલી રહી છે. જે પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મુકતા ઝડપાશે તો તેવા વિદ્યાર્થી સામે 2500 રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવશે. જે વિદ્યાર્થીઓને આગામી લેવાનારી પૂરક અને ઓન ડિમાન્ડ પરીક્ષાથી 6 માસ માટે દૂર રાખવામાં આવશે. આ સિવાય માઇક્રો ઝેરોક્ષ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓને પણ 500 રૂપિયા સુધીનો દંડ અને ઓન ડિમાન્ડ તેમજ પૂરક પરીક્ષાના લાભથી વંચિત રાખવામાં આવશે. એમ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જણાવાયું હતું.

VNSGU: ચલણી નોટ સાથે અભદ્ર લખાણ લખ્યું તો ખેર નથી

યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં અભદ્ર ભાષામાં લખાણ લખતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે. પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરરીતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે. પરીક્ષાનું સંપૂર્ણ મોનિટરિંગ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે અને ગેરરીતીના કેસો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વારંવાર આ પ્રકારની ઘટના બનવા પાછળ વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ અને દૂષપરિણામ કારણભૂત હોવાનું માણવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ મને અને સ્વાસ્થ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે જ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ માત્ર ટ્રાન્સપરન્સીથી પરિક્ષા આપવાની રહે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી સકો છો :

Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી 

SHARE

Related stories

Latest stories