HomeEntertainmentSoha Ali Khan: સોહા અલી ખાને વર્કઆઉટ વીડિયો કર્યો શેયર, ફેન્સ પણ...

Soha Ali Khan: સોહા અલી ખાને વર્કઆઉટ વીડિયો કર્યો શેયર, ફેન્સ પણ થઈ રહ્યા છે ઈન્સ્પાયર-India News Gujarat

Date:

Soha Ali Khan: સોહા અલી ખાને વર્કઆઉટ વીડિયો કર્યો શેયર, ફેન્સ પણ થઈ રહ્યા છે ઈન્સ્પાયર-India News Gujarat

Soha Ali Khan: સોહા (Soha Ali Khan) હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ એક્ટ્રેસ તેની ફિટનેસ પર સતત ધ્યાન આપી રહી છે. તેણીની હાલની પોસ્ટ્સ એ સાબિતી છે કે સોહા અલી ખાને પોતાના માટે એક ફિટનેસ ગોલ સેટ કર્યું છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સોહાએ ફરી એકવાર પોતાના જોરદાર વર્કઆઉટથી બધાને ચોંકાવી દીધા છે.

  • બોલિવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan) પોતાની ફિટનેસ પર ખૂબ જ ફોકસ કરે છે. સોહા અલી ખાન અવારનવાર પોતાના ફિટનેસ વીડિયો (Workout Video) અને તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.
  • તમે જાણીને હેરાન થઈ જશો કે સોહા અલી ખાન 43 વર્ષની છે. ફિટનેસ ફ્રીક હોવાને કારણે તેણે પોતાને એવી રીતે મેઈનટેઈન કરી છે કે તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. તમને એ પણ જણાવી દઈએ કે સોહા અલી ખાનને પણ એક દીકરી છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સોહાએ ફરી એકવાર પોતાના જોરદાર વર્કઆઉટથી બધાને ચોંકાવી દીધા છે.

સોહાએ વર્કઆઉટનો વીડિયો કર્યો છે શેયર

સોહા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ક્નેક્ટ રહે છે. આ સાથે તે તેના વર્કઆઉટ રૂટીનની ઝલક શેયર કરતી રહે છે. સોહા અલી ખાને ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે સ્પોર્ટ્સ આઉટફિટમાં ઈન્ટેસ સોહા એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. વીડિયોમાં સોહા જમીન પર સ્વિમિંગ વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ સિવાય તમે સોહા અલી ખાન પણ અલગ-અલગ વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેયર કરતાં સોહા અલી ખાને કેપ્શન આપ્યું અને લખ્યું- ‘હાર્ડ કોર.

ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

તમને જણાવી દઈએ કે સોહા અલી ખાનની ફિટનેસથી ફેન્સ પણ ઈન્સાપાયર છે. સોહા અલી ખાને પોતાનો વર્કઆઉટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ફેન્સે કોમેન્ટ કરતા લખ્યું- તમારું વર્કઆઉટ રૂટિન હંમેશા મજેદાર હોય છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – તમારા વર્કઆઉટનો કાર્યક્રમ છે તે ખૂબ જ અસરકારક છે.

 

SHARE

Related stories

Latest stories