Two Sisters Commit Suicide: સુરતમાં યુવતીઓના આપઘાતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બે પિતરાઈ બહેનોના ઝાડ પર લટકતાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બન્ને યુવતીઓ તૈયાર થઈને ગઈ હોય અને ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો.
Two Sisters Commit Suicide: બંનેના શરીર પર હતા ઈજાના નિશાન
અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બે યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંન્ને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. બંન્ને બહેનોના મૃતદેહ પરથી એવું લાગ્યું કે કોઈ મેરેજ માટે સજી ધજી હોય. બંન્ને બહેનો નીલમ વર્મા અને રોશની વર્મા મૂળ મધ્યપ્રદેશની વતની હતી. સુરતમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થતી હતી. મળતી વિગતો અનુસાર બન્ને બહેનોને લવ મેરેજ કરવાની ઈચ્છા હતી. યુવકો સાથે ભાગી જવાની ફિરાકમાં હતા. પ્રેમીઓએ ભાગી જવાની ના પાડતા બંન્ને બહેનો ભાંગી પડી હતી. જેથી અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નાની-નાની બાબતોમાં આત્મહત્યા સુધીના કિસ્સામાં ચિંતાજનક વધારો
નાની ઉમરે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા જેવા કિસ્સોમાં આત્મહત્યા કરવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. હાલના સમયમાં યુવાનોમાં આવેષમાં આવી જઈને આત્યંતિક પગલું ભરી લેતા હોય છે સહન શક્તિનો અભાવ સાથેજ માનસિક તણાવ આ તમામ બાબતોમાં જવાબદાર હોવાનું અનેક ઘટનાઓમાં ખૂલવા પામ્યું છે તો કેટલીક ઘટનામાં આર્થિક કારણો જવાબદાર હોવાથી આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરતા લોકો જરાપણ વિચારતા ના હોવાની હકીકત સામે આવી રહી છે.. નાની નાની વાતના પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પણ આત્મહત્યાની ઘટનાઑ ખુબજ આઘાતજનક રીતે વધારો નોંધાય રહ્યો હોવાનું છેલ્લા થોડા સમયમાં સામે આવ્યું છે. આ તમામ બાબતોમાં આત્મહત્યા કરનાર લોકોને ડિપ્રેશન સમયે જો યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળી રહે તો ઘણાબધા આત્મહત્યાના કિસ્સા રોકી શકવાં સફળતા મળી શકે છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: