Tribal Demand: સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા આદિવાસી હળપતિ રાઠોડ સમાજના નાગરિકોના કાચા તેમજ પાકા મકાનોની આકારણી નહીં થવાનો વિવાદ ફરી ઉભો થયો છે. સરકારી રાહે ભૂમિહીન મજૂર ગણાતા આદિવાસીઓને રહેણાંક હેતુ માટે જમીનની ફાળવણી તેમજ સ્થાયી થયેલ જગ્યાની આકારણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Tribal Demand: કાચા મકાનની આકારણી નહીં થતાં લાભોથી વંચિત
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આદિવાસી હળપતિ, રાઠોડ, નાયકા, તળાવીયા સહિતની જ્ઞાતિના લોકો જે ભૂમિહીન ખેત મજૂર છે. જેઓની બાપ દાદાની પેઢીઓથી બારડોલીમાં રહેતા આવેલા છે. પાલિકાના જે તે વોર્ડમાં વર્ષો પૂર્વેના કાચા પાકા મકાનો આવેલા છે. આવા મકાનોની આકારણી થતી નથી. જે તે ઘરોની આકારણી નગરપાલિકા બારડોલી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જમીનનો પ્લોટ નામે નહીં કરતા હળપતિ આદિવાસી સમાજને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સમાજના લોકોને જ્યાં વર્ષોથી થઈ રહેતા આવ્યા છે તે જગ્યા પર પ્લોટની ફાળવણી કરી સરકારી યોજના હેઠળ મકાનનો લાભ પણ આપવામાં આવે તેવી માંગ સાથે બારડોલી મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં હજારોની સંખ્યામાં આદિવાસી હળપતિ, રાઠોડ સમાજના લોકોના ઘરો આવેલા છે. અને જ્યાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર કનેક્શનનો પણ છે. નગરપાલિકા દ્વારા ઘરે-ઘરે નળ કનેક્શનનો પણ આપવામાં આવ્યા છે. અને દરેક લોકો પોતાના વોર્ડમાં મતદારો તરીકે નગરપંચાયતથી લઈને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન પણ કરતા આવ્યા છે. તેમ છતાં ભૂમીહિન ખેત મજૂર અને શ્રમિક મજૂર તરીકે આવતા આદિવાસી સમાજના ઘરોની આકારણી કરવામાં આવતી નથી. આવા મકાનો અને આકારણી કરી આપી સરકારી યોજના હેઠળ તેઓને લાભ આપવા માટે માંગ કરાઈ છે.
તમે આ પણ વાંચી શકો છો:
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: