Tragic End Of Love: સુરતમાં પ્રેમનો કરુણ અંજામ સામે આવ્યો હતો. અલથાણ વિસ્તારમાં બે દિવસ અગાઉ બે પિતરાઈ બહેનોએ સજીધજીને જ્યાં સુસાઈડ કર્યું હતું. ત્યાં બન્ને યુવતીઓને પ્રેમ કરનારા યુવકોએ ઝાડ પર લટકી જઈને આપઘાત કરી લીધો હતો. જેથી ચકચાર મચી ગઈ હતી. યુવતીઓને લગ્નની ના પડાતા આપઘાત કરી લીધો હતો. ત્યારે યુવકોએ આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બે યુવકોના મૃતદેહ લટકતા મળી આવ્યા
અલથાણ વિસ્તારમાં બે યુવાનોએ એક સાથે સુસાઇડ કર્યું હતું. બે દિવસ પહેલા બે યુવતીઓએ સુસાઇડ કર્યું હતું. ત્યાં આજે બંને યુવતીઓના પ્રેમીઓ પણ એકી સાથે સુસાઇડ કર્યું હતું. યુવતીઓએ જે જગ્યાએ સુસાઇડ કર્યું હતું. ત્યાં જ યુવકોએ પણ સુસાઇડ કર્યું હતું. યુવતીઓના બંન્ને પ્રેમીઓ દ્વારા સુસાઇડ કરતા ચકચાર મચી ગઈ હતી. બંન્ને પ્રેમી યુવકોની બોડી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. અલથાણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Tragic End Of Love: યુવતીએ જ્યાં આપઘાત કર્યા ત્યાંજ પ્રેમીઑએ જીવન ટૂંકાવ્યા
પોલીસ ઓફિસર ઝેડ.આર. દેસાઈએ કહ્યું કે, ભગવાન મહાવીર કોલેજ નજીક ઝાડ પર બે યુવકોના મૃતદેહ લટકતા હોવાની માહિતી મળતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. નરેન્દ્ર અને પુષ્પક નામના યુવકો લટકતા મળી આવ્યાં હતાં. બે દિવસ અગાઉ તેમની પ્રેમિકાઓએ જીવન ટૂંકાવ્યા હતાં. જેથી આ યુવકોએ પણ જીવન ટૂંકાવ્યા હતાં. હાલ પોલીસ આ બન્ને કેસમાં શું કનેકશન છે અને શા માટે આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બન્ને પ્રેમિકા યુવતીઓને પ્રેમ કરનારા યુવકોએ ઝાડ પર લટકી જઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે જ્યારે લગ્ન નહીં થઈ શકતા હોવાનું લગતા બંને પિતરાઇ બહેનોએ જીવન ટૂંકાવ્યું એ વાતનું દુખ લાગી આવતા આખરે બંને પ્રેમી યુવકોએ પણ એજ જગ્યાએ મોતને વહાલું કરી લેતા પ્રેમ પ્રકરણમાં ચાર જેટલી જિંદગી નો અંત થયો હોવાનું સામે આવ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: