Theft In Medical Pharmacy: ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા પાસેના મેડિકલ ફાર્મસીમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ રોકડા રૂ. ૧.૧૦ લાખ, સીસી ટીવી કેમેરાનું રાઉટર તથા મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.
Theft In Medical Pharmacy: પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ તપાસ શરૂ કરી
ઓલપાડ તાલુકાના દેલાડ પાટીયા નજીક આવેલ અભય મેડિકલ સ્ટોરમાં રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે કાર્મસીના શટરનો લોખંડનો નકૂચો તોડી ફાર્મસીમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તે ફાર્મસીના કાઉન્ટરના ખાનામાં મૂકેલા બોક્સ માંથી રૂપિયા ૧,૧૦,૦૦૦ રોકડા, એક નંગ સાદો મોબાઈલ ફોન તેમજ ફાર્મસીમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરાનું રાઉટર ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
બીજા દિવસે મેડિકલ ફાર્મસીમાં કામ કરતા હિતેશ પ્રજાપતિએ ફાર્મસીની દુકાન ખોલતા શટરનો નકૂચો તૂટેલી હાલતમાં જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેમણે ફાર્મસીના માલિક સુરેન્દ્રસિંહને જાણ કરી હતી. જેના પગલે સુરેન્દ્રસિંહએ સીસી ટીવી કેમેરાની ફૂટેજ સાયણ આઉટ પોલીસ ચોકીમાં રજૂ કરી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરી બાબતની ફરિયાદ અરજી આપી છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: