HomeSurat NewsTeacher's Protest: ઓલપાડના શિક્ષકોનો અનોખો વિરોધ, બ્લેક કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ -...

Teacher’s Protest: ઓલપાડના શિક્ષકોનો અનોખો વિરોધ, બ્લેક કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ – INDIA NEWS GUJARAT

Date:

Teacher’s Protest: સરકારે ચૂંટલી ટાણે આપેલાં વચનો પૂર્ણ નહીં થતાં શિક્ષકોએ ફરી એકવખત ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવ્યો છે. જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત કર્મચારીઓની જૂની માંગ રાજ્ય સરકાર સ્વીકારે

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતળ પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારમાં સતત રજુઆત કરતા આવ્યા છે. અગાવ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાશન આપતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી બાદ સરકાર આંખ આડા કાન કરતા સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માંગને લઇ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકા મથકે સામાજિક વિજ્ઞાન તાલીમમાં હાજરી આપવા આવેલા શિક્ષકો બે દિવસસથી કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય તેમજ તાલીમ કાર્યમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ઓલપાડ બી.આર. સી ભવન ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા સુત્રોચાર કરી સરકાર જૂની પેંશન યોજના સાહિતની માંગ સ્વીકારે એવી માંગ કરી હતી.

Teacher’s Protest: શિક્ષકોનું ફરજ દરમિયાન કાળા વસ્ત્રો પહેરી વિરોધ પ્રદર્શન

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યાં છે, જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. ગત બે દિવસ સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે આજરોજ શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને કરજ બજાવતાં હોય તેનાં ફોટોગ્રાફ સોશિયલ મિડીયામાં અપલોડ કરીને પણ વિરોધ નોંધાવવાનું નક્કી કરાયું છે. જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં કર્મચારીઓની લાંબા સમયથી લડત ચાલી રહી છે ત્યારે મને આશા છે કે વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારનાં પ્રતિનિધિમંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાનું જે આશ્વાસન આપ્યું હતું તેને આ સંવેદનશીલ સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં પરિપૂર્ણ કરશે.

રાજયમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિકસ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલાં સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ મળેલ નથી. જે સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી સરકાર સામે બાંયો ચડાવવાની જરૂર પડી છે. જેને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત જિલ્લાનાં અન્ય કર્મચારી મંડળોએ ટેકો આપી આંદોલનનાં સમર્થનમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો. 23 ફેબ્રુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે શિક્ષકો સહિત કર્મચારીઓ ધરણાં કાર્યક્રમમાં જોડાશે.

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali Violence: NCSC એ રાષ્ટ્રપતિ મુર્મુને રિપોર્ટ સુપરત કર્યો, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: પ્રિયંકા ગાંધી ન્યાય યાત્રામાં કેમ ન ગયા? નાદુરસ્ત સ્વાસ્થ્ય અથવા ભાઈ-બહેનનો સંબંધ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories