HomeSurat NewsSuvali Beach festival: બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા, બીચને વિકસાવવા કરોડો...

Suvali Beach festival: બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા, બીચને વિકસાવવા કરોડો રૂપિયાની ફાળવણી કરી – INDIA NEWS GUJARAT

Date:

Suvali Beach festival: સુરતીઓને હરવા-ફરવા માટેનું નવું સ્થળ એટલે કે સુંવાલી. સુંવાલી બીચ ફેસ્ટીવલનો રંગેચંગે આરંભ થયો હતો. બે દિવસના આ બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા અને મજા માણી હતી. સુરતીયોએ દરિયા કિનારે વિવિધ પ્રકારની રમત રમી તથા સ્વાદિષ્ટ વાનગીની લુફટ ઉઠાવી હતી. રેલરાજ્યમંત્રી દર્શના જરદોશ તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ અહી હજાર હતા.

સુડા દ્વારા 10 કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક બનાવવામાં આવશે

સુંવાલી ખાતે બીચ ફેસ્ટીવલનો રંગેચંગે આરંભ થયો હતો. બે દિવસિય બીચ ફેસ્ટિવલના પહેલાં દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી પડ્યાં હતા. આ સાથેજ રેલરાજ્યમંત્રી દર્શના જરદોશ તથા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો હતો. આ બે દિવસના ઉત્સવમાં સુરતીઓએ દરિયા કિનારે મોજ-મસ્તીની સાથે-સાથે દોરડા ખેંચ, ઊંટ-ઘોડે સવારી કરવા સાથે અવનવી સ્વાદિષ્ટ વાનગીઓની પણ લુત્ફ ઊઠાવી હતી. જયારે રાત્રે કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી હતી અને ડાયરો સાંભળવા માટે આસપાસના ગામના હજારો લોકો ઊમટી પડયાં હતા.

આ પ્રસંગે રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. ઉપરાંત, ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. દરમિયાન, રાજ્ય સરકારે દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પહેલ કરી છે. ત્યારે રાજ્ય સરકારે સુંવાલી બીચને વિકસાવવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. આ સાથે ફરવાનો શોખ ધરાવતા સુરતીઓ માટે સુંવાલી એક નવું પર્યટન સ્થળ બની ગયું છે. જ્યારે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુંવાલી બીચની સુંદરતા માણવા માટે તમામ ખૂટતી સુવિધાઓ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. તેમજ સુડા દ્વારા 10 કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક બનાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે 14 જિલ્લાના આદિવાસીઓ તેમની હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકશે એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Suvali Beach festival: 14 જિલ્લાના આદિવાસીઓને આજીવિકા મળી

શહેરની વસ્તીને ધ્યાને લેવા સાથે પ્રવાસનના નવા વિકલ્પ મળે તે માટે સુંવાલી બીચને વિકાસાવવા સરકારે નિર્ણય લીધો છે. આ માટે ત્રણ વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે ૪૮ કરોડના ખર્ચે સુંવાલી બીચને ડેવલપ કરાશે. અત્યાર સુધીમાં ૭ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો રસ્તા બનાવી દેવાયો છે. જ્યારે આગામી ટૂંક સમયમાં ૩૦ લાખના ખર્ચે શૌચાલય અને ૨.૨૦ કરોડના ખર્ચે રેસ્ટહાઉસ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આથી સરકાર સુવાલી બીચને પ્રવાસન સ્થળ બનાવવા અને સુરતીઓને ફરવા માટે એક નવું સ્થળ આપવા માટે મોટી રકમ જારી કરી રહી છે.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories