Suspicious Robbery Incident: સુરતના કતારગામ વિસ્તારમાં રોકડ રૂપિયાની લૂટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઇસમે પોતાની ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હીરાના મશીન બનાવતી કંપનીના ચાર કર્મચારીને લૂંટી લીધા હતા. શરૂઆતમાં પોલીસ પાસે 8 કરોડના લુંટની ચર્ચા થઈ હતી પરંતુ કંપનીના કર્મચારીએ 1.4 કરોડના લુંટની ફરિયાદ દાખલ કરી જે કારણે લૂંટની ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.
શંકાસ્પદ ઘટના વચ્ચે પોલીસ દોડતી થઈ
સુરત શહેરમાં લૂંટ, હત્યા આદિ ગુનાઓના ઘણા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારેજ કતારગામ વિસ્તારના બાલ આશ્રમ રોડ ખાતે અજીબ ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સહજાનંદ ટેકનોલોજી કંપનીના ચાર કર્મચારી એકો વાનમાં કતારગામ સેફ વોલ્ટમાંથી 8 કરોડ રોકડ રકમ લઈને મહીધરપુરા સેફ વોલ્ટ મુકવા જતા હતા. જ્યારે આ હીરાના વેપારિયો વાનમાં રોકડ લઈ નીકળી રહ્યા હતા ત્યારે એક ઇસમે વાન ઊભી રાખી પોતાની ઓળખી ઇન્કમટેક્સ અધિકારીની આપી હતી અને વાનમાં બેસી ગયો હતો. આ ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપતા ઇસમે હીરાના મશીન બનાવતી કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવીને લૂંટી લીધા હતા.
Suspicious Robbery Incident: લૂંટની ઘટનાને લઈ અનેક સવાલો થયા ઊભા
ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારુંએ બે કર્મચારીઓને બંદૂક બતાવવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા અને અન્ય બેને જહાંગીરપુરા બ્રિજ પર મૂકી ભાગી ગયો હતો. જોકે શરૂઆતમાં પોલીસ પાસે 8 કરોડના લુંટની ચર્ચા થઈ હતી પરંતુ કંપનીના કર્મચારીએ 1.4 કરોડના લુંટની ફરિયાદ દાખલ કરી હતી. જે કારણે આ લૂંટના બનાવને લઈ ઘણી શંકાઓ સામે આવી છે. જેમકે કારમાં કરોડો રૂપિયા હતા છતાં સિક્યુરિટી ગાર્ડ કેમ ન હતો? કંપનીના કર્મચારીઓએ અજાણ્યા વ્યક્તિને શા માટે કારમાં બેસાડ્યો? કારમાં જીપીએસ સિસ્ટમ કેમ લગાવવામાં આવી ન હતી?
લૂટની રકમ બાબતે અનેક શંકાકુશંકા થઈ ઊભી
તે સાથેજ લૂંટની રકમ ને લઈ અનેક સવાલો ઉભા થયા હતા. શરૂઆતમાં 8 કરોડના લુંટની ચર્ચા હતી તો કંપનીના કર્મચારીએ શા માટે 1.4 કરોડના લુંટની ફરિયાદ દાખલ કરી? આ ઘટનાને લઈને ઘણા વિરોધાભાસો વ્યક્ત કરવામાં આવ્યા છે, જેના જવાબ કડક પોલીસ તપાસ બાદજ મળી શકે છે. સમગ્ર ઘટનામાં પોલીસે હાલ હાથમાં બેગ લઈને ગાડી ઊભી રાખી રહેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે સાથે કંપનીના ચારે કર્મચારીની ઊલટ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
તમે યા પણ વાંચી શકો છો:
તમે યા પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.