Surat Gang War: સુરતમાં શહેર કમિશનર નિવૃત્ત થવાના છેલ્લા દિવસે જ એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો જે ને લઈ મરણ પામનારનાં પરિવાર જનો તથા સમગ્ર વિસ્તારના લોકો દ્વારા હત્યારાઓને ફાંસી આપોની માંગ સાથે રોજ મૌન રેલી યોજવામાં આવી હતી.
સૂર્યા મરાઠી ગેંગ દ્વારા અંજામ અપાયો હતો હત્યા
ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધતાં સુરતમાં રોજ બરોજ બનતી હત્યા જેવી ઘટના સાવ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. વાત જાણે એમ હતી કે સુરતમાં છાસવારે ગેંગ વોરની ઘટનાઓ બનતી આવી છે ત્યારે 30 મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે મહાવીર હોસ્પીટલ ના ગેટ સામે રેતીના ધંધા સાથે જોડાયેલ પિંકેશ ઉર્ફે પીન્ટુ નામક ઇસમની જૂની અદાવત રાખી અને પોતની સુર્યા મરાઠી ગેંગનો દબદબો રાખવા ઉપરા છાપરી ચપુનાં ઘા ઝીંકી હત્યા કરી હતી સમગ્ર હકીકતની ઉમરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.
Surat Gang War: માછી સમાજના આગેવાનો દ્વારા બેનર સાથે રેલી કાઢી માંગ કરાય
હવે જ્યારે હત્યારાઓ જેલમાં બંધ હોય તેઓને કોર્ટ દ્વારા ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે પીન્ટુ નવસારી વાળાનાં સગા સબંધી તથા મિત્રવર્ગ દ્વારા હત્યારાઓને ફાંસીની સજા આપો ના બેનર સાથે માછી સમાજના નેજા હેઠળ પિન્ટુના નિવાસ સ્થાનેથી મૌન રેલી કાઢી હતી જે મકાઈ પુલ પોહચી હતી રેલીમાં માછી સમાજના પ્રમુખ ચેતન ખોકવડવાલા અને અન્ય માછી સમાજના આગેવાનો પર રેલીમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા રેલી રાવરૂપે જાહેર રસ્તે બેનર સાથે નીકળી હત્યા જેવા ગંભીર ગુના આચારનાર માથાભારે ગેંગના ગુંડાઓને ફાંસીની સજા થાય અને કાનૂનનો ભય આવા ગુનેગારમાં સથાપિત થાય એવા ઉદ્દેશ સાથે પોલીસ અને કોર્ટ સમક્ષ પોતાની માંગણી અને લાગણી રજૂ કરવામાં આવી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
RaGa wrote letter to PM: બંગાળમાં મનરેગા ફંડને લઈને કહી આ વાત
તમે આ પણ વાંચી શકો છો: