Suicide Case: સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ઘરમા જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ફાયર બ્રિગેડમાં કર્મીએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બનવા પામી છે.
Suicide Case: ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ કરી આત્મહત્યા
SMC ના ફાયર ડિપાર્ટમેન્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજવતા ફાયર કર્મચારીએ કોઈ આગામી કારણથી ગળે ફાસો લગાવીને આત્મહત્યા કરવાની ઘટના પ્રકાસમાં આવી છે.. સુરત એસએમસી ના ફાયર વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ પઢેરીયા પોતાના સ્ટાફ ક્વાટર ખાતે ના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત પ્રમાણે ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી કિશોરસિંહ પઢેરિયા આજે વહેલી સવારે ફરજ પર હાજર ન થતા સાથી કર્મચારીઓએ ફોન કર્યા હતા. સાતથી આઠ ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ફાયરના સાથી કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા હતા. ઘરે જઈ દરવાજો ખખડાવતા કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી કર્મચારીઓએ બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે કિશોરસિંહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. કિશોરસિંહે ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આપઘાતનું રહસ્ય અકબંધ છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કિશોરસિંહ પઢેરિયાના મોતને પગલે ૧૩ વર્ષીય કિશોરે પિતાની છત્રછાયા ગુમાવી છે.
તમે યા પણ વાંચી શકો છો:
તમે યા પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.