HomeSurat NewsSuicide Case: હોટેલ માલિક યુવકે કર્યો આપઘાત, પૂર્વ ભાગીદારો દ્વારા ત્રાસ અપાયો...

Suicide Case: હોટેલ માલિક યુવકે કર્યો આપઘાત, પૂર્વ ભાગીદારો દ્વારા ત્રાસ અપાયો હોવાના વિડીયોમાં આરોપ – INDIA NEWS GUJARAT

Date:

Suicide Case: સુરતના કામરેજ ગામે એક 23 વર્ષીય હોટેલ માલિક યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, આપઘાત કરતાં પહેલાં યુવકે અંતિમ વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેના હોટેલના પૂર્વ ભાગીદાર જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવકે ભરેલ આપઘાતના પગલાંને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પોતાના જ ઘરે ઝેર ગટગટાવી લીધું

ભાઈ, ભગવાન, ભાઈબંધ અને ભાગીદાર સાથે ક્યારેય પણ ખોટું ન કરવું જોઈએ. પણ સુરત જિલ્લાના એક કિસ્સામાં ભાગીદારોએ જ એક યુવકને મોતના મુખમાં ધકેલા મજબૂર કરી દીધો. કામરેજ ગામે આવેલ વાસ્તુ રો હાઉસમાં રહેતા અને ટેસ્ટ ટકાટક નામની હોટેલ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતા 23 વર્ષીય શુભમ રામાણીએ પોતાના જ ઘરે ઝેર ગટગટાવી લીધું હતું. થોડી ક્ષણોમાં યુવકને ઉલ્ટી શરૂ થતાં પરિવાર દ્વારા તાત્કાલિક સુરત શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શુભમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Suicide Case: અંતિમ પગલું ભરતા પહેલા બનાવ્યો વીડિયો

Deceased

શુભમે આપઘાત કરતા પહેલા એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જે વિડિયો પરિવારને ધ્યાને આવતા પરિવાર પણ ચોંકી ગયા હતા. આ વીડિયોમાં શુભમએ પોતાની હોટેલના પૂર્વ બે ભાગીદાર જાગો અને ભાર્ગવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, અજાણ્યા માણસો પર ક્યારેય ભરોસો ન કરાઇ, એ ભરોસો તમને લઈ ડૂબે, આવી જ હાલત મારી થઈ છે. મેં હોટલ ચાલુ કરી ત્યારે જાગા અને ભાર્ગવ પર ભરોસો કર્યો હતો. સમય સંજોગ પ્રમાણે એ છુટ્ટા પણ પડી ગયા છતાં એ લોકોનું બ્લેકમેઇલ, ટોર્ચરિંગ એ હદ સુધી હતું કે કોઈ સોલ્યુશન આવ્યું નહિ. અને મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું. ત્યારે યુવકના આપઘાતના પગલાંને લઇને હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે અને આરોપીઓને કડક કાર્યવાહી કરે તેવી પરિવાર જનો માંગ કરી રહ્યા છે.

પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરાય

બનાવને પગલે કામરેજ પોલીસે મૃતક યુવકના પરિવાર જનોના, મિત્રોના અને હોટેલ મેનેજરના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને મૃતક યુવક શુભમ રામાણીના પરિવાર જનોની ફરિયાદ આધારે જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો વિરૂદ્ધ IPC કલમ 306 અને 114 મુજબનો ગુનો દાખલ કરી બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

દોસ્ત દોસ્ત ના રહા જેવો ઘાટ આ ઘટનામાં શુભમ નો થયો હોય એમ જે દોસ્તો પર ભરોશો કર્યો એ લોકોએ જ એવું કૃત્ય કર્યું કે એક યુવાનને આમ અંતિમ પગલું ભરવું પડ્યું,, હવે પોલીસ બંને ગુનેગારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

તમે આ પણ વાંચી શકો છો:

Kamal Nath News: કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે જયરામ રમેશની પ્રતિક્રિયા આવી-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

IND vs ENG: ઈંગ્લેન્ડની 85 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હાર, ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત હાંસલ કરી

SHARE

Related stories

Latest stories