Suicide Case: આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. કોઈક અગમ્ય કારણોસર અથવા તો કોઈક આર્થિક સંકળામણથી આપઘાત કરી લેતા હોય છે. ત્યારે એવોજ એક બનાવ સુરત જિલ્લામાં પણ બનવા પામ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવક એકાએક બીજા માળેથી નીચે પટકાતા હોવાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી ગઈ છે.
Suicide Case: પરિચિતે કહ્યું- રાત્રે મિત્ર સાથે જમવા જવાનો હતો
તલંગપુર વિસ્તારમાં ભૂપેન્દ્ર નામનો યુવક મોતને ભેટ્યો છે. મોડીરાત્રે એક વાગે બીજા માળેથી નીચે પટકાયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં યુવક નીચે પડતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુવક મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરત ખાતે સંચા ખાતામાં કામ કરતો હતો. મૃતકના પરિચિત રામરાજ કશ્યપે જણાવ્યું કે, યુવક રાતે ઘરે પરત ફર્યો ત્યારે તેની સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તેના મિત્ર સાથે જમવા જવાનો છે. તેથી તેનું ખાવાનું બનાવતા નહીં, આટલી વાત થઈ હતી. બંને ભાઈ સાથે રહે છે. ત્યાર બાદ શું થયું તેની કોઈ વધારે વિગત મળી નથી. સીસીટીવી આવ્યા ત્યારે ખબર પડી કે આ પ્રકારની ઘટના બની છે. યુવક છેલ્લા દસેક વર્ષથી સુરતમાં સંચા ખાતામાં કામ કરતો હતો. કયાં કારણસર ઘટના બની છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી