Stones Thrown At City Bus: સુરતની સિટી બસ અકસ્માત સહિતના મુદ્દે સતત વિવાદમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે પથ્થરમારો થતાં ચર્ચામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે 254 નંબરની બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. જેથી પોલીસ સમગ્ર મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Stones Thrown At City Bus: બસ ચાલક અને મુસાફરોની સુરક્ષા માટે ઊભા થયા પ્રશ્નો
મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 254 લિંબાયતમાં પસાર થઈ રહી હતી. ત્યારે અસામાજિક તત્વો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. મીઠી ખાડીમાં ચાર પાંચ યુવકોએ પથ્થર મારીને આગળનો કાચ ડેમેજ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બસ ચાલક વિષ્ણુ કિશાન ઠાકરેએ કહ્યું કે, બે પેસેન્જરને મીઠી ખાડીમાં ઉતાર્યા હતાં. આ દરમિયાન ચાર પાંચ યુવકોએ પથ્થર મારી દીધા હતા. સદનસીબે પેસેન્જર ઉતરી ગયા હોવાથી કોઈને વાગ્યું નહોતું. પરંતુ સૌ પ્રથમ મેં 100 નંબર પર પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી સુરત સિટી બસ સર્વિસ આ વખતે અસામાજિક તત્વોના નિશાના પર આવતા હોબાળો થયો છે. ત્યારે બસ ચાલક અને પેસેન્જરો ની સુરક્ષા મામલે પણ ચિંતામાં વધારો થયો છે માટે પોલીસે આવા કૃત્ય કરનારા અસામાજિક તોફાની તત્વોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.