SHARE
HomeAutomobilesSpice Jet Comeback:સ્પાઇસ જેટ ફરી મેદાનમાં, 10મીથી ગોવા અને પૂનાની ફ્લાઇટ શરૂ...

Spice Jet Comeback:સ્પાઇસ જેટ ફરી મેદાનમાં, 10મીથી ગોવા અને પૂનાની ફ્લાઇટ શરૂ કરશે-India News Gujarat

Date:

  • Spice Jet Comeback:સુરતને પહેલીવાર નોર્થ ગોવાની કનેક્ટિવિટી મળી, બુકિંગ પણ શરૂ
  • સ્પાઇસ જેટ 10 ઓક્ટોબરથી સુરતથી ગોવા અને પૂનાની ફ્લાઇટ શરૂ કરશે. જેનું બુકિંગ પણ શરૂ કર્યું છે.
  • સુરતને પહેલીવાર નોર્થ ગોવાના મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી મળી છે.
  • આગામી દિવસોમાં હીરાબુર્સ શરૂ થશે, જેને કારણે સારો એવો પેસેન્જર લોડ મળી શકે છે, તેવું સ્પાઇસ જેટે વિચાર્યું છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ ગોવા અને પૂનાની ફ્લાઇટ શરૂ કર્યા બાદ આગામી દિવસોમાં જયપુર અને મુંબઇની ફ્લાઇટ પણ શરૂ કરવા તૈયારી કરી રહી છે.

Spice Jet Comeback:ગોવાની ફ્લાઇટ ગુરુવારે ઓપરેટ નહીં કરાય

  • સ્પાઇસ જેટ ગોવાની ફ્લાઇટ ગુરુવારે ઓપરેટ નહીં કરે, જ્યારે સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ કરશે.
  • આ ફ્લાઇટ સુરત એરપોર્ટથી સાંજે 5:20 કલાકે ટેકઓફ થઈને ગોવા મોપા એરપોર્ટ પર સાંજે 6:50 કલાકે લેન્ડ થશે. જે પછી ત્યાંથી ફ્લાઇટ સાંજના 7:20 કલાકે ટેકઓફ થઈને સુરત એરપોર્ટ 9:05 કલાકે લેન્ડ થશે.

શનિવારે પૂનાથી આવતી ફ્લાઇટનો સમય અલગ

  • સ્પાઇસ જેટ 6 દિવસ સવારે 6:20 કલાકે સુરતથી ટેકઓફ કરી 7:40 કલાકે પૂના લેન્ડ થશે, જ્યાંથી બપોરે 3:10 કલાકે ટેકઓફ કરીને 4:20 કલાકે સુરત આવશે.
  • માત્ર શનિવારે પૂનાથી સવારે 7:50 કલાકે ટેકઓફ કરીને 9 કલાકે સુરત લેન્ડ કરશે.

એરફેર 4000થી 4500 આસપાસ રહેવાની વકી

  • સ્પાઇસ જેટ એરલાઇન્સે સુરત પુણે વચ્ચેનું એરફેર 4,000 આસપાસ રાખ્યું છે, જ્યારે સુરત ગોવા વચ્ચેનું એરફેર 4,500 આસપાસ રાખ્યું છે.
  • સ્પાઇસ જેટ સુરતથી ગોવા અને પૂના માત્ર 1 કલાક 10 મિનિટમાં પહોંચાડી દેશે.
SHARE

Related stories

Latest stories