SMC Library: સુરત મહાનગરપાલિકા દ્વારા હજારો કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. જે બજેટ લોકોની સુવિધા માટે ખર્ચ કરવા માટે નક્કી કરવામાં આવતું હોય છે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે, શાસકો દ્વારા જે બજેટ નક્કી કરવામાં આવે છે, તે વિદ્યાર્થીઓ અને લોકોના આરોગ્ય માટે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે ખરું ? સરથાણા વિસ્તારની લાઇબ્રેરીના જે દૃશ્યો સામે આવ્યા છે, તે જોતા શાસકોની માનસિકતા ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.
SMC Library: ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત?
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ લાઈબ્રેરીની અંદરની સ્થિતિના દ્રશ્યો જોતા અપુરતી સુવિધા હોવાના દૃશ્યો ઉપસી આવે છે. અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરી રહ્યું હતું. કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે, ત્યારે આવી પરિસ્થિતિમાં વાંચન કરતા વિદ્યાર્થીને જોઈ મન દ્રવી ઉઠે છે. સુરત પાલિકાનું 8,800 કરોડ કરતા પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે. આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકાના ભાજપ સત્તાધીશો લાઇબ્રેરીની ખુરસી માટે ફાળવી શકતા નથી. આના પરથી એવું ફલિત થાય છે કે, શાસકો શિક્ષણક્ષેત્રને લઈને ગંભીર ઉદાસીન છે.
વિકાસની વાતો વચ્ચે પાયાની સુવિધામાં વધારો કરવામાં ચૂક
આ મામલે આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે 5 કરોડથી વધુનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે ? શું તેમને બાળકોના ભવિષ્યની કંઈ જ પડી નથી ? બિચારા આધેડ અને વૃદ્ધો પણ આ લાઈબ્રેરીમાં જમીન પર બેસીને વાંચન કરતા હોય છે. આ બાબતે લાઈબ્રેરીના મેનેજમેન્ટને વાત કરતા જાણવા મળ્યું કે, ખુરસીઓની માંગ બહુ પહેલાથી કરી જ છે, પરંતુ શાસકો આ બાબતે ઉદાસીન છે તેવું જાણવા મળ્યું હતું. 1 વર્ષથી ખુરસીની ખરીદી માટે સેન્ટ્રલ સ્ટોરને જાણ કરેલ છે, તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી.
હમેશા વિકાસને મુદ્દો બનાવી રાજનીતિ કરતાં ભાજપ દ્વારા ચોક્કસ દિશામાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે પરનું પાયાની સુવિધામાં વધારો કરવા સહિતની કેટલીક બાબતો ને અવગણતા હોવાથી નાની નાની બાબતોમાં વિપક્ષ હમેશા આરોપો લગાવીને સ્થાનિક મુદ્દાને મોટો મુદ્દો બનાવવાની કોસિસ કરે છે જેનાથી બચવા માટે ભાજપને આવનારા સમયમાં ચોક્કસ રણનીતિ બનાવવી પડશે.
તમે આ પણ વાંચી શકો છો:
Lalu Yadav: જનવિશ્વાસ રેલીમાં જુના અંદાજમાં જોવા મળ્યા લાલુ-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: