HomeSurat NewsRTO Officers Protest: 19 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવાની અપીલ, કાળી...

RTO Officers Protest: 19 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવાની અપીલ, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો – INDIA NEWS GUJARAT

Date:

RTO Officers Protest: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિયેશન દ્વારા વિવિધ પડતર મંગણીઓને લઇ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જો માંગણીઓ નહીં સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

RTO ટેકનિકલ અધિકારી એસોસિયેશન દ્વારા વિરોધ

સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિયેશન દ્વારા વિવિધ પડતર મંગણીઓને લઇ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. ઓફિસરોએ પ્રમોશન, ફરજમાં પડતી મુશ્કેલીઓ નિવારવા, ચેકપોસ્ટ ખાતે સુવિધાઓ સહિત 19 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા સરકાર સામે આંદોલન છેડ્યું છે.

RTO Officers Protest: 10 વર્ષ પછી પણ પ્રોબેશન સમય કાયમી થતો નથી

ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય મંગણીઓમાં પ્રોબેશન સમય 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી. જેને લઈને સુરતમાં વિરોધનો પ્રથમ દિવસે તમામ ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફ સાથે મળી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તમામ સ્ટાફના અધિકારી કર્મચારી વિરોધ દર્શાવતા સાથે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે. આગામી સમયમાં જે એસોસિયેશન દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે એ પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવશે એવું જણાવાયું હતું.

સરકારને રજૂઆત પછી પણ જો માંગણીઓ માટે સકારાત્મક નિર્ણન નહીં થાય તો ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આવેદનપત્ર આપવાથી લઈને, મુખ્યમંત્રી સહિતના વિભાગોને પત્ર લખી વિરોધ, માસ સીએલ, સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ અને સ્વયંભુ માસ સીએલ પર ઉતરવા સુધીના કાર્યક્રમો આપી વિરોધ નોંધાવવામાં આવશે.

તમે યા પણ વાંચી શકો છો:

Virat Kohli Son: શું વિરાટ-અનુષ્કાના બાળકને યુકેની નાગરિકતા મળશે? જાણો શું કહે છે નિયમો – INDIA NEWS GUJARAT

તમે યા પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories