RTE: ગરીબ પરિવારની દીકરી સારા શિક્ષણથી વંચિત ના રહે એમાટે સરકાર દ્વારા RTE પ્રવેશ નિયમો બનાવાયા છે અને તે અંતર્ગત જરૂરતમંદ વાલીઓ પોતાની પુત્રીનું કોઈપણ ખાનગી શાળામાં એડમિશન કરાવી શકે છે.. આ ખાનગી શાળામાં પ્રવેશ વ્યવસ્થાનો દુરુપયોગ કરી ને માલેતુજાર પરિવારો એનો લાભ લેતા હોય એને રોકવા શિક્ષા વિભાગ હવે હરકતમાં આવ્યું છે.
RTE: 27 હજાર ફોર્મને ચકાસી ઓનપેપર ગરીબ વાલી શોધાશે
ગરીબ અને જરૂરત હોય એવા પરિવાર માટે બનાવાયેલા RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અને એક ધોરણ થી આઠમા ધોરણ સુધી ગરીબ પરિવારની દીકરીને વિના મૂલ્યે શાળાના શિક્ષણ આપવાની સરકારની વ્યવસ્થાનો લાભ મોટા પ્રમાણમાં માલેતુજાર અને આમિર કહી શકાય એવા પરિવારો લેતા હોવાની સામે આવ્યા બાદ હવે શિક્ષા વિભાગ એક્સન મોડમાં આવ્યું છે.. અને જિલ્લા શિક્ષણાધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે. આ ટીમ આરટીઇમાં મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે. આરટીઇ એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધો. 1માં મફત પ્રવેશ આપવા સાથે ધો.8 સુધીનો અભ્યાસ પણ મફત આપવામાં આવે છે.
અગાઉ 37,123 ફોર્મમાંથી 27,132 મંજૂર કરાયા હતા
એટલું જ નહીં, બાળકોના યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક રૂ. 3 હજાર પણ આપવામાં આવે છે. દરમિયાન શહેરના પોશ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં આરટીઇ હેઠળ ધો. 1 થી 8માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલી ઓન પેપર ગરીબ બની ગયા છે. આમ, ઓન પેપર ગરીબ વાલીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઇની ધો.1 ની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે. જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ મેદાનમાં ઊતરવું પડ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારીની પહેલી ટીમે આરટીઇમાં ભરાયેલા 37,123 માંથી 27,132 ફોર્મ મંજૂર કરાયા છે, જ્યારે 9,991 ફોર્મ રદ કરાયા છે. હવે જિલ્લા શિક્ષણાધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા 27,132 ફોર્મોની ફરી ચકાસણી કરશે. જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનારા વાલીઓને શોધાશે અને તેમના ફોર્મ આજથી રદ કરાશે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા