HomeSurat NewsRaid At Ambos Hotel,Vesu: ચંચલ રાજપૂતના કૂટણખાનામાં દરોડા, પોલીસે 7 થાઈલેન્ડની મહિલાઓ...

Raid At Ambos Hotel,Vesu: ચંચલ રાજપૂતના કૂટણખાનામાં દરોડા, પોલીસે 7 થાઈલેન્ડની મહિલાઓ મુક્ત કરાવી – INDIA NEWS GUJARAT

Date:

Raid At Ambos Hotel,Vesu: સુરતના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત ચાલતા કૂટણખાનામાં દરોડા પાડી પોલીસે સાત થાઇલેન્ડની લલનાને ડિટેઇન કરવાની સાથે શરીરસુખ માણવા આવનાર આઠ ગ્રાહકને ઝડપી પાડી રૂ. 84,500 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે કૂટણખાનું ચલાવનાર પાંડેસરા-ભેસ્તાનના કુખ્યાત ચંચલ રાજપૂત સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.

હોટેલ માંથી 7 ગ્રાહકોની અટકાયત કરી

અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત ઇન્ફીનીટી બીઝ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે એમ્બેઝ હોટલમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. પોલીસ હોટલમાં ત્રાટકી ત્યારે અંદરનો નજારો જોય પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હોટલની આડમાં ધમધમતા કૂટણખાનામાં નાના-નાના કેબિન બનાવવામાં આવ્યા હતા અને વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો કંઢગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હોટલની આડમાં ચાલતા કૂટણખાનામાં શરીરસુખ માણવા આવનાર ભુપેન્દ્રસીંગ રાજુસીંગ રાજપૂત, માનવ વિરેન્દ્ર રાવત, નરેન્દ્ર ભદ્વયાભાઇ કોંગારી, રીફન કેડા શેટ્ટી, પિન્ટુ બંસીધર શેટ્ટી, કૌશીક મુકેશ વઘાસીયા, રીન્કુકુમાર હરિશંકર ગૌસ્વામી અને પવનન વ્યંકટેશ સન્ના ને ઝડપી પાડી રોકડા રૂ. 3500 અને 8 નંગ મોબાઇલ ફોન, કોન્ડોમ વિગેરે મળી કુલ રૂ. 84,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Raid At Ambos Hotel,Vesu: સંચાલક ચંચલ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો

પોલીસે રેડ દરમ્યાન સાત થાઇલેન્ડની લલનાને ડિટેઇન કરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એમ્બેઝ હોટલની આડમાં ચાલતા કૂટણખાનાનો મુખ્ય સંચાલક ચંચલ ઉર્ફે સંજીબ બહાદરુસીંગ રાજપૂત ઉપરાંત વિવેકસીંગ ઉર્ફે પાંડે, કુંદન ઉર્ફે અમરસીંગ, બંટી ઉર્ફે બાબુલાલ મારવાડી અને અતુલ કાલીચરણ ગોયલ છે અને આ તમામને વોન્ટેડ જાહેર કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Farmer Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાનો નિર્ણય-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘…સુપ્રીમ કોર્ટ કહે છે કે શ્રી કૃષ્ણએ ભ્રષ્ટાચાર કર્યો હતો’, PM MODIએ ચૂંટણી બોન્ડ પરના પ્રતિબંધ અંગે કટાક્ષ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories