Purse Snatcher Case: સુરતમાં દિવસેને દિવસે સ્નેચિંગ જેવી ઘટનામાં ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે પર્સ સ્નેચિંગની ઘટના CCTV માં કેદ થવા પામી છે જેમાં સનેચરને પકડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાયા હતા.
સ્નેચરે પાછળ બેસેલા મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું
સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરાદલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6 વાગ્યાની આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બની હતી. દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલ સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું. જેને લઈ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિજયાબેન જમીન પર ઢસડાયા હતા. બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીબી નાખ્યો હતો. આ એક મિનિટના ફિલ્મી દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
Purse Snatcher Case: પત્નીને ફ્રેક્ચર થતા સર્જરીમાં દોઢ લાખ ખર્ચ થયો
મનસુખભાઈ અને વિજયાબેનને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં વિજયાબેનને ફ્રેક્ચર આવતા તેની સર્જરી માટે દોઢ લાખનો ખર્ચ થયો છે. જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા જ હતા. સીસીટીવીમાં જોવા મળ્યું છે કે, સ્નેચર પર્સ આંચકી ભાગવા જતા બંને મોપેટ અથડાઇ હતી અને બને ગાડી નીચે પડી હતી તેમ છતાં સનેચર પોતાની મોપેડ લઈને ભાગવા જતાં તેને પકડી લેવામાં આવ્યો હતો.
જોકે તેમ છતાં તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન મનસુખભાઈએ અને અન્ય એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા. જોકે તેમ છતાં સ્નેચર મોપેડ મૂકી ભાગવામાં સફળ થઈ ગયો હતો. ઘટના સમયે સ્નેચરે ભાગવાનો પ્રયાસ કરતા મનસુખભાઈએ માર મારી શર્ટ પકડી રાખતા તે પણ પટકાયો હતો, બાદમાં ભાગી છૂટ્યો હતો. મોપેડના નંબરના આધારે પોલીસે તપાસ કરતાં મોપેડ ચોરીની હોવાની આશંકા બતાવી હતી. હાલ મહીધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી