Police Helpline: આવનાર 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઇન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તહેનાત રહેશે.
વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસ બાઈક પર સેન્ટર પર પહોંચાડશે
આવનાર દિવસોમાં ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે. આગામી અગિયાર તારીખથી 26 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં HSC/SSC બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાનાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઇ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના 36 ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઈક સાથે જવાન ઉપસ્થિત રહેશે. જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
Police Helpline: કુલ 36 ટીમોની ફાળવણી કરવામાં આવી
ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમો બનાવ્યા છે. જેમા બોર્ડની પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓનાં છુટવાનાં સમયે ટ્રાફિક શાખાનાં અધિકારીઓ પોત-પોતાનાં વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય, તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે. બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ સુરત ટ્રાફિક શાખાનાં સર્કલ વિસ્તારમાં સરકારી મોટરસાયકલ સાથે સર્કલ વાઇઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ 36 ટીમોની ફાળવણી કરવામાં આવી છે. તે ટીમો દ્વારા જો કોઇ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઇ ગયેલ હોય, તો તેને સરકારી મોટર સાયકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઇ પરીક્ષાર્થી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાઇ જાય તો તેવા સમયમાં તેઓએ ટ્રાફિક હેલ્પ-લાઇન નં. 74340 95555 ઉપર કોલ કરી તુરંત મદદ મેળવી શકશે. ટ્રાફિક હેલ્પ લાઇન પર કોલ મળ્યેથી ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે. પેટ્રોલિંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલીક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા મદદ કરશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી