Police Constable Accident: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર 22 ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના કાકરાપાડામાં કાર્યક્રમ હતો. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે પોલીસ કોન્સ્ટેબલ પણ કાકરાપાડા ગયા હતા. કાર્યક્રમથી પરત આવતા પોલીસ કર્મચારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર હેઠળ એમને સીવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં એમનું મોત નીપજ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત આવતા થયો અકસ્માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર 22 ફેબ્રુઆરીના રોજ કાકારપડા એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના બે યુનિટનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે ઘણા પોલીસ ઑફિસેરો ત્યાં હજાર હતા. આ કાર્યક્રમના બંદોબસ્ત હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચોધરી પણ કાકરાપાડા ગયા હતા. તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હતો.
Police Constable Accident: સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારી
આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી સેતુલ ચૌધરી પોતાના બાઇક પર સુરત આવા રવાના થાય હતા. પરંતુ બાઇક પર પરત આવતા તેમના બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધું હતું. એમનું વાહન સાથે અકસ્માત થતાં ગંભીર ઇજા પહોંચી હતી. જે કારણે પોલીસ કર્મચારીને અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ પોલીસ કોન્સટેબલનું મોત નીપજ્યું હતા. સેતુલની મોતની ખબરથી એના પરિવારજનો તથા પોલીસ સાથી કર્મચારીમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસ કર્મચારી સેતુલ ચોધરી સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: