HomeSurat NewsPandesara Case Follow Up: પાંડેસરામાં મહિના પહેલાની ગ્રીષ્માકાન્ડ જેવી થયેલી ઘટનામાં આખરે...

Pandesara Case Follow Up: પાંડેસરામાં મહિના પહેલાની ગ્રીષ્માકાન્ડ જેવી થયેલી ઘટનામાં આખરે પ્રેમિકાનું પણ મોત – INDIA NEWS GUJARAT

Date:

Pandesara Case Follow Up: સુરતના પાસોદરા વિસ્તારમાંથી એકાદ મહિના પહેલા હચમચાવતી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચીને ચપ્પુના ઘા ઝીકયા હતા. ત્યારબાદ પોતે અગ્નિ સ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં પ્રેમીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમિકા ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.ત્યારે એક મહિનાની સારવાર બાદ હવે પ્રેમિકાનું પણ મોત નીપજ્યું છે.

એક મહિનાની સારવાર બાદ પ્રેમિકાએ પણ દમ તોડ્યો

પલ્લવી

સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં ગત 19 જાન્યુઆરીના રોજ હચમચાવતી ઘટના સામે આવી હતી. જ્યાં 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને એજ બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી મોતને વહલું કર્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવતીને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. જેને લઇ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પલ્લવીની છેલ્લા એક મહિનાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન આખરે પ્રેમિકાએ પણ દમ તોડ્યો છે અને મોતને ભેટી છે.

Pandesara Case Follow Up: પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમી તેના ઘરે જઈને ચપ્પુ માર્યું

અંકિત જયંતીભાઈ ભામણા

સરથાણા પોલીસે જણાવ્યું હતું કે 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશિપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા અન્ય યુવક સાથે સગાઈ કરી દેવામાં આવી હતી. જેને લઇ યુવતીના પૂર્વ પ્રેમી અંકીત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુના ઘા માર્યા હતા. અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો. જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેને લઇ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

યુવક સાથે ઘરે અવર-જવરના સંબંધ હતા

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવર-જવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો. પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી દેવતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો:

Farmer Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાનો નિર્ણય-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘…સુપ્રીમ કોર્ટ કહે છે કે શ્રી કૃષ્ણએ ભ્રષ્ટાચાર કર્યો હતો’, PM MODIએ ચૂંટણી બોન્ડ પરના પ્રતિબંધ અંગે કટાક્ષ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

MANMOHAN SINGH PASSED AWAY : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હીની...

MANMOHAN SINGH’S SHAYARI : હઝ઼ારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન...

Latest stories