HomeSurat NewsMurder For Rs.10,000: પૈસાની લેતી-દેતીની જૂની અદાવતમાં હત્યા, મૃતક અને આરોપીનો ગંભીર...

Murder For Rs.10,000: પૈસાની લેતી-દેતીની જૂની અદાવતમાં હત્યા, મૃતક અને આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ – INDIA NEWS GUJARAT

Date:

Murder For Rs.10,000: શનિવારની રાત્રે સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં દેવા પાટીલ નામના યુવકની હત્યા આશરે ચારથી પાંચ લોકોએ મળી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા 4 જેટલા આરોપીની તત્કાળ ધડપકડ કરવામાં આવી છે.

Murder For Rs.10,000: હત્યા કરનારા ચાર ગણતરીની કલાકોમાં ઝડપાયા

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી-દેતીની અંગત અદાવતમાં એકની હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ 4 આરોપીને ઝડપી લીધા હતાં. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક દેવીદાસ પાટિલ શ્રીનગર સોસાયટી નજીક બંધ શાક માર્કેટમાં હત્યા કરવામાં આવી હતી.

અગાઉની અંગત રૂપિયા લેતી-દેતીમાં હત્યા કરવામાં આવી હતી. 10 હજાર રૂપિયા આરોપીઓને મૃતક દ્વારા આપવામાં આવ્યા હતાં. વાંરવાર મૃતક દ્વારા માંગવા છતાં પરત આપ્યા નહોતા. જેથી આ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. મૃતક દેવદાસ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. ડિંડોલી પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ચાર આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓમાં અવિનાસ ઠાકરે, ચેતન માળી, આસુતોષ પાટીલ અને બાળા પાટીલની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ પણ વાંચી શકો છો:

Kamal Nath News: કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે જયરામ રમેશની પ્રતિક્રિયા આવી-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

IND vs ENG: ઈંગ્લેન્ડની 85 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હાર, ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત હાંસલ કરી

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories