HomeSurat NewsMore Snatching Incidents In Surat: સ્પોર્ટ્સ બાઈક ભાડે લઈ ત્રણ રીઢા ગુનેગારો...

More Snatching Incidents In Surat: સ્પોર્ટ્સ બાઈક ભાડે લઈ ત્રણ રીઢા ગુનેગારો સ્નેચિંગ કરે, પોલીસ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી – INDIA NEWS GUJARAT

Date:

More Snatching Incidents In Surat: સુરતમાં ઉધના બીઆરસી પાસેથી ઓટો રીક્ષામાં સવાર માતા-પુત્ર પૈકી માતાના હાથમાંથી રૂ. 1.20 લાખની મત્તાવાળું પર્સ આંચકનાર ત્રણ રીઢા ગુનેગાર ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જે અંતર્ગત ત્રણેય જણા એક ટ્રીપના 2 હજાર ચૂકવી મિત્રની બાઈક ઉપર સ્નેચિંગ કરવા નીકળતા હતા. પોલીએ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 78 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સ્નેચિંગ કરેલો 78 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઉધના પોલીસે બાતમીના આધારે ભીમનગર ગરનાળા નજીકથી યામાહા FZ બાઈક (GJ-05 LR-06164) પર પસાર થઈ રહેલા 21 વર્ષીય અસ્ફાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ, તૌફીક ઇબ્રાહીમ અને 20 વર્ષીય મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવરખાન પઠાણને ઝડપી પાડી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન અને બાઇક મળી કુલ 78 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

More Snatching Incidents In Surat: ત્રણેય જણા રીઢા ગુનેગાર છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય જણા રીઢા ગુનેગાર છે અને 5 દિવસ અગાઉ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉધના બીઆરસી નજીકથી ઓટો રીક્ષામાં ઉન પાટિયા સ્થિત યુવાન સોસાયટીમાં જઈ રહેલા કમલેશ કમરૂભાઈ દરેડીયા અને તેની માતા શહેનાઝબેન જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઈકે શહેનાઝબેનના હાથમાંથી પર્સ આંચકી લીધું હતું, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 1.20 લાખની મત્તા હતી.

અગાઉ પણ જેલની હવા ખાઈ ચુકેલા ત્રણેય જણા 22 વર્ષીય આસીફ હયાતખાન પઠાણને એક ટ્રીપના રૂ. 2 હજાર આપી તેની બાઇક લઇ પર્સ સ્નેચીંગ કરવા નીકળતા હતા. જેથી પોલીસે આસીફની પણ ધરપકડ કરી છે.

તમે આ પણ વાંચી શકો છો:

Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories