HomeGujaratLover's Quarrel: કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝગડમાં બોલાવેલા કોમન ફ્રેન્ડની પિસ્ટલથી ફાયરિંગ...

Lover’s Quarrel: કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝગડમાં બોલાવેલા કોમન ફ્રેન્ડની પિસ્ટલથી ફાયરિંગ – INDIA NEWS GUJARAT

Date:

Lover’s Quarrel: સુરતના ડુમસ રોડના સાયલન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્ટલથી ફાયરિંગ થયું હતું. હાથમાં લાયસન્સ વાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત ત્રણની ધરપકડ કરી હતી

પ્રેમિકાની ફરિયાદ બાદ પોલીસે 3 ઝડપાયા

થોડા દિવસ અગાવ સુરતના કપડાં વ્યાપારી અને એની પ્રેમિકા વચ્ચે કોઈક બાબતને લઈને ઝઘડો થયો હતો. સુરતના ડુમસ રોડના સાયલન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્ટલથી ફાયરિંગ થયું હતું. એ દરમ્યાન ત્યાં બંનેના કોમન ફ્રેન્ડને બોલાવાયો હતો ત્યારે ફ્રેન્ડ સાથે આવેલા અન્ય વ્યક્તિ ની પિસ્તોલ માંથી એક રાઉન્ડ ફાયરિંગ થવાની ઘટના બની હતી. આ ફાયરિંગ કેસમાં પોલીસે 29 વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલીયા, 28 વર્ષીય અકીલ પરવેઝ બ્લોચ અને 26 વર્ષીય ઉર્વેશ વિનુ બૌહાની ધરપકડ કરી છે.

Lover’s Quarrel: સમગ્ર મામલે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી

વૈભવ અને ઉર્વેશ બંને મોબાઇલ એસેસરીઝનો વેપાર કરે છે. રિંગરોડના કાપડ વેપારી 35 વર્ષીય મિતેશ જૈન 9મી તારીખે રાત્રે ઝઘડો થયો હતો. આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતને લઈને થયેલા ઝઘડામાં વાત વધુ ઉગ્ર બની જતાં સમગ્ર ઘટના સર્જાય હતી. ત્યારે પ્રેમિકાએ સમગ્ર ઘટનાની હકીકત પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ કરીને ત્રણે આરોપીને ઝડપી પાડયા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories