HomeSurat NewsLimbayat Truck Accident: બોર્ડની પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીનું ટ્રક સાથે અકસ્માતમાં મોત...

Limbayat Truck Accident: બોર્ડની પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીનું ટ્રક સાથે અકસ્માતમાં મોત – INDIA NEWS GUJARAT

Date:

Limbayat Truck Accident: સુરત શહેરમાં બેફામ ટ્રક ચાલકોનો કહેર યથાવત રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે ત્યારે બેફામ હંકારતા ટ્રક ચાલકોને અંકુશમાં રાખવામાં સુરત શહેર પોલીસ કેમ નિષ્ફળ તે વાત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લિંબાયત વિસ્તારમાં ફરી ટ્રક અકસ્માત

હજુ તો બે દિવસ પેહલા સુરતના રીંગ રોડ વિસ્તારમાં એક મહિલાને બેફામ બનેલ ટ્રક ડ્રાઈવરે ટ્રક નીચે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને ગઈ કાલે પણ એક યુવાનને ટ્રકે અડફતે લેતા એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.. જેના 24 કલાકમાં ફરી એક વખત ટ્રક અડફેટે એક વિદ્યાર્થીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. સુરત ભરમાં કેટલાય સમય થી ટ્રક ડ્રાઇવરો બેફામ અને બેજવાબદાર રીતે ટ્રક હંકારતા હોવાની શહેરીજનો દ્વારા પ્રશાસન અને શહેર પોલીસને રોક લગાવવા ફરિયાદો કરવામાં આવી રહી છે. છતા કોઇ પ્રકારની રોક લાવવામાં પ્રશાસન અને પોલીસ સફળ થતી દેખાઈ રહી નથી અને સમગ્ર મામલે કોઇ કડક કાર્યવાહીઓ પણ કરતી હોય તેમ દેખાઈ રહ્યું નથી.

Limbayat Truck Accident: ધોરણ 10ના વિદ્યાર્થીને ટ્રક ચાલકે કચડ્યો

સમગ્ર મામલે આજરોજ પણ સુરતના ભરચક એવા અને વધુ પડતાં મધ્યમ વર્ગીય અને કામદાર વર્ગનો સમૂહ રેહતો હોય તેવો લિંબાયત વિસ્તારમાં આજરોજ સવારે સંગમ સર્કલ પાસે તૈયબા મસ્જિદની પાછળ એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું વિદ્યાર્થીને તત્કાલ સિવિલ ખાતે સારવાર અર્થ સિવિલ ખસેડાયો હતો પરંતુ ત્યાં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને સમગ્ર ઘટના જોઈ ભેગા થયેલા લોકોમાં પ્રશાસન પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો ઘટનાની જાણ પરિવારને કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

એક પછી એક રોજે રોજ ટ્રક દ્વારા અકસ્માતો સર્જીને લોકોના જીવ લઈ રહ્યા છે ત્યારે પ્રતિબંધિત સમયમાં શહેરના ટ્રાફિકમાં ભારે વાહન લઈને આવતા આવા અનઅધિકૃત ટ્રકો દરેક ચેક પોઈન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતા એ એક સવાલ ઊભો થાય છે. નાના વાહન ચાલકોને દંડ ભરાવવા ટ્રાફિક પોલીસ મથામણ કરે છે ત્યારે આવા ભારે વાહનો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કેમ કરતી નથી એપણ એક સવાલ ઊભો થાય છે.

તમે આ પણ વાંચી શકો છો:

Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories