HomeSurat NewsLaxmi Villa Township: 2008માં બનેલી સોસાયટીમાં બિલ્ડર દ્વારા વાયદા મુજબ સુવિધા પણ...

Laxmi Villa Township: 2008માં બનેલી સોસાયટીમાં બિલ્ડર દ્વારા વાયદા મુજબ સુવિધા પણ ઊભી નહીં કરી કરાય ઠગાઇ – INDIA NEWS GUJARAT

Date:

Laxmi Villa Township: સચિન જી.આઇ.ડી સી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા ટાઉન શીપનાં રહીશો મીઠાં પાણી સાથે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા હોવાની વાત સાથે બિલ્ડર દ્વારા ઠગાઈનાં આક્ષેપો લગવાયા હતા અને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી ની માંગ કરી હતી.

700 ઘરોની સોસાયટીના લોકો હવે આંદોલન કરવાના મૂડમાં

સચિન જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા ટાઉન સીપ નામક રેસીડેન્સીયલ સોસાયટી વસંત ગજેરા નામક બિલ્ડર દ્વારા 2008 માં નિર્માણ કરવામાં આવી હતી. 700 થી વધુ બગલાની સોસાયટીમાં આજ દિન સુધી 80 થી 90 ટકા લોકો માલિકી ધરાવે છે. બિલ્ડર દ્વારા માલિકોને જાણ કર્યા વગર સોસાયટીનું રજી્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ જે તે સમય બિલ્ડર દ્વારા ગ્રાહકોને જે બ્રોસરો બતાવી અને જે પણ સુવિધાઓની લોભામણી લાલચ આપી મકાનો વેચ્યા હતા પણ આજ દિન સુધી એવી કોઈ સુવિધા રહીશો ને મળી નથી.

સોસાયટી મેન્ટેનન્સ પણ બિલ્ડરના વ્યક્તિઓ જ ઉઘરાણી કરી સોસાયટી સંચાલન કરે છે પરંતુ બિલ્ડર દ્વારા જે વેચાણ સમયે સુવિધા આપવાની વાતો તે વખતે પેમ્પલેટમાં છાપેલ હતી તેવી કોઈ વસ્તુ કરવામાં આવી નથી જેમકે બાળકો માટે મેદાન, સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મંદિર, અને ઇલેક્ટ્રીક અંડર ગ્રાઉન્ડ અને મીઠા પાણી માટે કોઈ જાતની આયોજન કરવામાં આવ્યું નથી. બિલ્ડર દ્વારા મકાન માલિકોને દસ્તાવેજ તો કરી દેવામાં આવ્યા પણ હજુ પણ ઘરવેરા બિલ્ડરના નામે જ ઈસુ કરવામાં આવી રહ્યા છે. હજુ નોટિફાઇડ કે જીઆઇડીસી આ ઘરના વેરા ઘરના માલિકોના નામે ઇશ્યુ નથી કરતી. આવી ઘણી સમસ્યાઓનો નિકાલ લાવવા માટે સોસાયટીના રહીશો વર્ષોથી અલગ અલગ ખાતા ઓનો ધક્કા ખાઈ રહ્યા છે.

Laxmi Villa Township: બિલ્ડર દ્વારા વાયદા કરીને પૂર્ણ નહીં કરતાં રોષ

ગતરોજ મોડી રાત્રે સોસાયટીના તમામ રહેશો ભેગા મળી અને પોતાની માંગણી મીડિયા સામે રજૂ કરી હતી અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો ચોર્યાસી ધારાસભ્ય અને સાંસદને પણ લેખિત રજૂઆત કરવા તૈયારી કરવામાં આવી છે. તેમજ સુરત શહેર કલેકટર અને જરૂર પડશે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની સોસાયટી વાળાએ તૈયારી બતાવી હતી. બિલ્ડર દ્વારા રેસીડેન્સી એરિયામાં હેતુફેર કર્યા વગર આજુબાજુમાં જે જગ્યા છે ત્યાં તમામ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડી દેવામાં આવ્યા છે. જેના લીધે જીઆઇડીસી દ્વારા આ પ્લોટમાં પહેલા ઇન્ડસ્ટ્રીયલ કામો ના લીધે અંદાજિત 650 કરોડ રૂપિયાનો દંડ કરેલ છે જે આજદિન સુધી બિલ્ડર્સ દ્વારા ભરવામાં આવ્યા નથી.

તેમજ જે રેસીડેન્સીયલ વિસ્તાર છે લક્ષ્મી વેલા ટાઉનશીપ તેમાં અંદાજિત 30 કરોડ રૂપિયા નોટિફાઇડના બાકી બતાવવામાં આવી રહ્યા છે, તે પણ બિલ્ડર દ્વારા ભરવામાં આવ્યા નથી. રહેવાસીઓ દ્વારા બિલ્ડરને વારંવાર પ્રાથમિક સુવિધાઓ ની માંગણી તેમજ આ જી.આઇ.ડી.સીનાં દંડ અને નોટીફાઇડનાં વેરાની બાકી રકમ ભરવા માટે કહેવામાં આવ્યું છે. પણ બિલ્ડર આંખ આડા કાન કરી ને બેઠા હોય એવું નજરે પડતા સોસાયટી રહીશો દ્વારા હવે મોટા અનસન અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT


SHARE

Related stories

Latest stories