લાજપોર જેલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જેલની કામગીરી પાકા કામના કેદીઓને સોંપાઇ.
Lajpore jail employees went on strike: રાજ્ય સરકાર દ્વારા પોલીસની પગાર વધારાની માંગણીઓ સ્વિકારાયા બાદ હવે લાજપોર જેલના કર્મચારીઓ પણ પડતર માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. અગાઉ આ અંગે પોલીસ અધિક મહાનિર્દેશકને રજૂઆત કરવામાં આવી હતી. India News Gujarat
પડતર માંગણીઓને લઇને ઉતર્યા હડતાળ પર.
લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ દ્વારા સરકાર સામે પોતાની પડતર માંગણીઓને મૂકવામાં આવી હતી.બુધવારથી માસ સી.એલ પર જવાની કર્મચારીઓની ચીમકી હતી અને તે પ્રમાણે જ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં ન આવતા કર્મચારીઓએ લીધેલા નિર્ણયને આગળ ધપાવ્યો હતો.માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે એવુ પણ જાણવા મળી રહ્યુ છે. જેલની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા લાજપોર જેલના પાકા કામના કેદીઓને રોજ બરોજની કામગીરી સોંપવામાં આવી છે. જેથી લાજપોર જેલમાં હવે કર્મચારીઓ ના સ્થાને પાકા કામના કેદી કામ કરી રહ્યા છે. જો કે, જેલના કર્મચારીઓની એક જ માંગણી છે કે, તેમની પડતર માંગણીઓનો રાજ્ય સરકાર સ્વિકાર કરે અને તેમના આંદોલનનો અંત આવે એવા પગલા જાહેર કરવામાં આવે.
માંગણીઓ નહીં સ્વિકારાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે પરિવારના નાના બાળકો અને મહિલાઓ પણ મધ્યસ્થ જેલના ગેટ ઉપર બેસીને હડતાળમાં જોડાયા છે.
આ પણ વાંચો: Action Against PFI: PFI પર સરકારની મોટી કાર્યવાહી – India News Gujarat
આ પણ વાંચો: Bitcoin price in India : બિટકોઈન ફરી 50 હજાર ડોલરના આંકડાને સ્પર્શી ગયો – India News Gujarat