Lack Of Safety For Laborers: ફરી એકવાર સુરતના ડિંડોલી વિસ્તારમાં ગોઝારી ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમા નવ નિર્મિત બિલ્ડિંગના 14માં માળે સ્લેબ ભરતા સમયે ટેકો નીકળી જતા બે મજૂર નીચે પટકાયા હતા. જેમાં બન્ને મજૂરોનું ઘટના સ્થળે મૌત નીપજ્યું હતું. બન્ને મજૂરો, પૈકી એક બાળ મજુર આ ઘટનામાં મૃત્યુ પામેલ છે.
શ્રમિકો પૈકી એક શર્મિક બાળ મજૂર હોવાનું ખૂલ્યું
ડિંડોલી વિસ્તારમાં માધવ ક્રેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું જ્યાં મધ્યપ્રદેશના જાંબુઆના વતની 30 વર્ષીય દૂધો હરજી સિંગાળીયા અને 15 વર્ષીય બાળ મજુર ધર્મેશ માવીની સાથે અન્ય મજૂરો કામ કરી રહ્યા હતા. માધવ ક્રેસ્ટ નામની નવનિર્મિત બિલ્ડિંગ મહદ અંશે બની ગઈ છે પરંતુ 15માં માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હોવાથી ગતરોજ તે સ્લેબ ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું તે દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો અને 14મા માળેથી દૂધો અને ધર્મેશ બંનેએ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારબાદ બંને સીધા 14મા માળેથી નીચે પટકાયા હતા જેથી સાથે કામદારો દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
Lack Of Safety For Laborers: પોલીસ અકસ્માત મૌતનો ગુનો નોંધ્યો
ઇન્ડિયા ન્યુઝ ગુજરાતની ટીમે જ્યારે માધવ ક્રેસ્ટ નામની બિલ્ડીંગની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમના માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અને જ્યારે તે મજૂરો 14 માં માળેથી નીચે પટકાયા ત્યારે સ્લેબની સાથે સાથે કાટમાળ પણ તેમની ઉપર આવી પડ્યું કારણ કે ઉપર જે નેટ ની જાળી લગાવવામાં આવી હતી તે પણ ક્યાંકને ક્યાંક હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હતું. જેના કારણે 14 માં માળેથી જ્યારે મજૂરો નીચે પટકાયા ત્યારે બિલ્ડીંગ પર લાગેલ નેટ પણ તેમનો ભાર ના ઝીલી શક્યું અને છેવટે બિલ્ડર અને કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે બે મજૂરોના મૌત થયા. ડીંડોલી પોલીસે હાલ આ સમગ્ર બાબતે અકસ્માત મૌત નો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા