HomeSurat NewsJustice For Sidharth: કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ABVPનું પ્રદર્શન - INDIA NEWS...

Justice For Sidharth: કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ABVPનું પ્રદર્શન – INDIA NEWS GUJARAT

Date:

Justice For Sidharth: ભારતના કેરળ રાજ્યમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થનની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગુંડાઓ દ્વારા ક્રૂર હત્યા કરાઇ હતી. આ હત્યા વિરુદ્ધ સુરતના VNSGUના ગેટ પર એ. બી. વી. પી. કાર્યકરો દ્વારા જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવવામાં આવ્યા હતા અને પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

સિદ્ધાર્થ અને એના પરિવાર માટે ન્યાયની માંગ

આજે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટિના ગેટ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. આ વિરોધ કેરળના વેટેરનીટી કોલેજના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થની ઘાતકી હત્યા કરવામાં આવતા રખાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થનની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના ગુંડાઓ દ્વારા ક્રૂર હત્યા કરાઇ હતી. સુરતમાં પણ આ ઘટનાનો ભારે આક્રોશ સાથે અસર જોવા મળી હતી. ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા સિદ્ધારથના હત્યાના વિરોધમાં અને SFI ગુંડાઓને કડક સજા મળે તે માટે યુનીવર્સિટીની બહાર ઉઘ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Justice For Sidharth: વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડક સજા આપવા માંગ

વધુમાં ABVP મીડિયા સંયોજક મનોજ જૈને કહ્યું કે કેરળમાં વેટેરનીટી ભણતા સિદ્ધાર્થ સાથે ઘોર અન્યાય થયો છે.. જેના કારણે એમને જીવ ગુમાવવો પડ્યો હતો. આ પ્રદર્શન SFIના ગુંડાઓ જેમને કેરળ સરકાર દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે, એમના વિરોધમાં કરવામાં આવ્યો છે. તેમજ સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માંગ પણ કરી છે. વિરોધ કરનારા વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો નથી આપ્યો પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

ABVP દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન

ABVP ના વિદ્યાર્થીઓએ વધુ માં કહ્યું કે સિદ્ધાર્થને ન્યાય મળે એ હેઠળ આ પ્રદર્શન કરાયું છે અને જ્યાં સુધી એને ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન ચાલુ રાખશે. તમને એ પણ જણાવી દઈએ કે આ ઘટના વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરાયું છે.

તમે આ પણ વાંચી શકો છો:

Excessive Google Use: સતત મોબાઈલનો ઉપયોગ પછી યુવતીની સ્થિતિ બગડી, ગળાફાંસો ખાધો – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘Surat Take Off’ Book Launch : એરપોર્ટને કનેક્ટિવિટી મળતા બુકનું લોન્ચિંગ, “સુરતનું ટેક ઓફ” બુકનું વિમોચન કરાયું – India News Gujarat

SHARE

Related stories

Latest stories