International Women’s Day: સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં હાલમાં જ પબ્લિસ થયેલ મુવી આર્ટિકલ 370 સુરત શહેરની મહિલાઓને નિશુલ્ક બતાવવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભર બનાવીને પોતાની સમસ્યા સામે લડવાની હિંમત આપવા માટે સામાજીક સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો હતો.
આર્ટીકલ 370 ફિલ્મનું નિરદર્શન કરાયું
સુરત શહેરમાં અનિશ સંસ્થાની સાથે અન્ય સંસ્થાઓએ મળી 270 થી વધુ યુવતી અને મહિલાઓને આર્ટિકલ 370 ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં મહિલાઓ કઈ રીતે સશક્ત બને કઈ રીતે ખોટી વસ્તુઓનો વિરોધ કરી શકે તે માટે જાગૃતિ આવે અને સમાજના દુષણથી કઈ રીતે બચી શકે તેવા મુખ્યહેતુથી આ ફિલ્મ મહિલાઓને બતાવવામાં આવી હતી.
સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભારત સરકાર મહિલાઓને પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે મહિલાઓ જાગૃત થઈ રહી છે. સરકાર તરફથી મળતી યોજનાઓ અને અન્ય લાભો પણ સરળતાથી પ્રાપ્ત કરી રહી છે. બીજી તરફ આ મહિલાઓને એકજૂટ કરવા અને પ્રોત્સાહન આપવા માટે નિયતિએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો ત્યારે તેમને જણાવ્યું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી સરકાર જે આર્ટિકલ 370 કાયદો હટાવી જમમુકાશ્મીર ની જનતાનું ઉત્થાન કરવાની દિશામાં કામ કર્યું છે. અને જેરીતે મહિલા આરક્ષણ સહિતના દેશની મહિલાઓને એક હરોળમાં લાવવાના જે પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેની સાથે મહિલાઓ લક્ષી યોજનાઓ બનાવી મહિલાઓને પગભર થવા વિવિધ સહાય આપીને પ્રશિક્ષણ આપીને મહિલા ઉત્થાન માટે સરકારના પ્રયાસોની અહિયાં હાજર મહિલાઓ દ્વારા સરાહના કારવમાં આવી હતી.
International Women’s Day: મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
આર્ટીકલ 370 ફિલ્મ નિહાળવા માટે 20 વર્ષની યુવતી થી લઈ 80 વર્ષ સુધીની મહિલાઓએ આ ફિલ્મ નિહાળી વર્ષો પહેલા જે રીતે મહિલાઓ અને ધર્મોનો ભોગ બનતી હતી ત્યારે કઈ રીતે તેમને તેમની સામે લડત આપી તે તમામ બાબતોનો ઉલ્લેખ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ નું નિરદર્શન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ફિલ્મ નિહાળી મહિલાઓ દેશના અને સમાજના તમામ વર્ગના લોકોને આનો ફાયદો આવનારા સમયમાં જરૂરથી થશે.
તમે આ પણ વાંચી શકો છો:
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: