Honey Trap Incident: સુરતમાં ફરી એક વાર હનીટ્રેપની ઘટના સામે આવી છે. સુરતના ડભોલીમાં રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમા ફસાવ્યા હતા. ત્યાર બાદ રત્નકલાકારને રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલિસમાં આ બાબતમાં ફરિયાદ કરતાં ત્રણની ધરપકડ કરી છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
રત્નકલાકાર સાથે સોસિયલ મીડિયાથી મિત્રતા કરી ફસાવ્યો
ડાયમંડ સીટી સુરતમાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના બની છે જેમાં પોલીસએ ત્રણની ધરપકડ કરી છે.. અને ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી નંદિની રત્નકલાકાર સાથે ફેસબુકના મધ્યમથી મિત્રતા કરી હતી અને રત્નકલાકારને વારંવાર મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હતો. નંદિની દ્વારા વધુ દબાણ કરતાં યુવક એને 21 ફેબ્રુઆરીએ રાત્રે જહાંગીરપુરા ના ઇસ્કોન સર્કલ પાસે મળવા ગયો હતો. રોઝ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો ત્યારે બે ઇસમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય 3 ઇસમો પણ આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવી, તેની પાસેથી બાઈકની ચાવી લઈ, બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. ત્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી અને રત્નકલાકારે એ વખતે આ લોકોને 70000 રૂપિયા આપવા તૈયાર થયો હતો.
Honey Trap Incident: હનીટ્રેપ કેસમાં પોલીસ દ્વારા 3 ની ધરપકડ અને 4 વોન્ટેડ
યુવકે આરોપીને રૂપિયા 50,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા અને 5000 રોકડ આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્નકલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી યુવક પાસે પૈસા માંગ્યા હતા. રત્નકલાકારે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્ર, અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી છે અને ઉપરાંત હરેશ હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: