HomeSurat NewsGrand Theft Incident: મોબાઈલની દુકાનમાં 30 લાખથી વધુના મોંઘાદાટ મોબાઈલની ચોરી -...

Grand Theft Incident: મોબાઈલની દુકાનમાં 30 લાખથી વધુના મોંઘાદાટ મોબાઈલની ચોરી – INDIA NEWS GUJARAT

Date:

Grand Theft Incident: સુરતના કાપોદ્રા વિસ્તાર માંથી મોબાઇલ શો-રૂમની દુકાનમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. એપલથી લઈ સેમસંગ કંપનીના મોંઘાદાટ ફોનની દુકાન માંથી રાત્રિના સમયે એક ચોરે દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો છે. ચોર દુકાનમાં રહેલા મોંઘાદાટ 30 લાખથી વધુની કિંમતના ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

મોંઘાદાટ મોબાઈલ ચોરી આરોપી થયો ફરાર

સુરત પોલીસ કમિશનર વગરના શહેરમાં હવે ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે. ચોરીની ઘટનાઓના રોજિંદા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉભા કરતી ઘટના કાપોદ્રા વિસ્તારમા બનવા પામી છે. કાપોદ્રા વિસ્તારમાં સંજય લક્કડ નામના વ્યક્તિ ગુજરાત મોબાઈલની દુકાન ધરાવે છે. તેઓ એપલથી લઈ સેમસંગની કંપની સહિત અન્ય કંપનીના મોંઘી કિંમતના ફોન વેચાણ કરે છે. આ ઉપરાંત મોબાઇલ રીપેરીંગનું પણ કામ કરવામાં આવે છે. ત્યારે રાત્રિના 3 વાગ્યાના આસપાસ તેમની દુકાનમાં રહેલા લાખોના મોબાઇલની ચોરીની ઘટના બનવા પામી છે. અજાણ્યો ચોર રાત્રિના સમયે સમગ્ર દુકાનમાં રહેલા તમામ મોબાઈલોની ચોરી કરી આખી દુકાન સાફ કરી ગયો છે.

આરોપીએ શટર તોડી મોબાઈલ ચોર્યા

ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે એક ચોર ચોરી કરવાનાં ઇરાદે રાત્રિના 3 વાગ્યાની આસપાસ મોબાઈલની દુકાને પહોંચ્યો હતો. રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ હોય એટલે મોકાનો લાભ લઇને ચોર દુકાન બહાર મોબાઈલ ફોનની એડવર્ટાઈઝ કરતા બેનરોની આડાશ મૂકી દીધી હતી. જેનાથી ચોરી કરતા સમયે કોઈ તેને જોઈ ન શકે અને ત્યારબાદ કારમાં રાખવામાં આવેલ જેક વડે દુકાનનું શટર તોડ્યું હતું. ચોરે દુકાનમાં પહોંચી ખૂબજ સીફતપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો. પેહલા શટર તોડી અને ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યો હતો. જોકે, ચોર દ્વારા ત્યાં અનેક પ્રકારના મોબાઈલ ફોન હતા પરંતુ, આઈફોન અને સેમસંગ કંપનીના મોંઘા ફોન જેની કિંમત 30 લાખથી વધુ થાય એવા ફોનની ચોરી કરી હતી અને કોઈને પણ જાણ ન થાય તે રીતે ભાગી છૂટ્યો હતો.

Grand Theft Incident: સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી

જોકે, સવારે દુકાન ખોલતા જ દુકાન માલિકને ચોરીની જાણ થઇ હતી. જેને લઇ બનાવ અંગે દુકાન માલિકે તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા વિસ્તારમા થયેલ લાખોની ચોરીની ઘટનાનાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. એસીપી બી.એ.પટેલે જણાવ્યું હતું કે, મોડી રાત્રિએ મોબાઇલની દુકાનમાં રહેલા 30 લાખથી વધુની કિંમતના એપલ અને સેમસંગ કંપની સહિત રીપેર કરવા માટે આવેલા અંદાજે 30 લાખથી વધુની કિંમતના ફોનની ચોરીની ઘટના બની છે. પોલીસે ફરિયાદ લઈ ચોરી કરનાર ઈસમને સીસીટીવીના આધારે જુદી-જુદી ટીમો બનાવી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે લહેંગા સાથે સ્નીકર્સ ફ્લોન્ટ કર્યા, હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી

SHARE

Related stories

Latest stories