HomeGujaratDiamond Industry : લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે પીએલઆઈ (PLI) યોજના તથા એલજીડી...

Diamond Industry : લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે પીએલઆઈ (PLI) યોજના તથા એલજીડી પાર્ક સ્થાપશે-India News Gujarat

Date:

Diamond Industry માં વૈશ્વિક ફલક ઉપર લેબ્રોન ડાયમંડ નો ઉપયોગના વિકાસ માટે વિપુલ તકો:કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયેલ

Diamond Industryમાં લેબગ્રોન ડાયમંડને લઈને હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક સ્તરે પણ રિયલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે. લેબ્રોન ડાયમંડને ઇકોફ્રેન્ડલી માનવામાં આવી રહ્યું છે તેને કારણે યુવાવર્ગ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યો છે. સુરતના લેબ્રોન ડાયમંડના અને વેપારીઓ કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે સાથે બેઠક કરી હતી. લેબગ્રોન ડાયમંડ અંગે સુરતના હીરા વેપારીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય કોમર્સ મંત્રી પીયૂષ ગોયલ સમક્ષ હીરાઉદ્યોગના આગેવાનોએ  લેબગ્રોન ડાયમંડને વિક્સાવવા વિવિધ મુદ્દે અમલીકરણની ચર્ચા કરી 

 

બેઠકમાં હીરાઉદ્યોગના આગેવાનો દ્વારા ભારતમાં લેબગ્રોન હીરાના વિકાસ માટે પ્રેઝન્ટેશન કરાયું હતું . વધુમાં બેઠક અંતર્ગત લેબગ્રોન મશીનરી માટે પેકેજ બનાવવા, આ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા, કૌશલ્યવર્ધક તાલીમ આપવા લેબગ્રોન ડાયમંડ એફટીપીમાં સામેલ કરવા સુરતના મેગા સીએફ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 50-50% ટકાના રોકાણ પર મંત્રણા કરવા સહિત નેચરલ ડાયમંડમાં જે રીતે કેપી પ્રક્રિયા છે એવી જ પ્રક્રિય લેબગ્રોન ડાયમંડમાં વિક્સાવવા પર ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

વૈશ્વિક બજારમાં જે રીતે લેબગ્રોન ડાયમંડને સ્વીકારવામાં આવી રહ્યછે. તે જોતા લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ રિયલ Diamond Industry ની સરખામણીએ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અમેરિકા અને ચાઇના જેવા દેશો લેબગ્રોન ડાયમંડને સ્વીકારતા ડાયમંડ ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની અલગ ઓળખ ઉભી થવામાં મદદ થઈ રહી છે.

રિયલ ડાયમંડ મેળવવા માટે જે પ્રકારના સંઘર્ષ કરવા પડી રહ્યા છે તેની સામે લેબગ્રોન ડાયમંડ વૈજ્ઞાનિક ઢબે તૈયાર થઈ રહ્યા છે અને તે સૌ કોઈનું ધ્યાન આકર્ષી રહ્યા છે ત્યારે સુરતના લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને સરકાર આ દિશામાં વધુ કામ થાય તેવા નિર્ણયો લઈ રહ્યા છે.

(PLI) યોજના માટે જમીન ફાળવણીનું આશ્વાસન આપવામાં આવ્યું

આ યોજાયેલી બેઠક અને પ્રેઝન્ટેશન બાદ કેન્દ્રીય મંત્રીએ સાથે એલજીડી પાર્ક સ્થાપવા માટે અથવા સીએફએ લેબગ્રોન ડાયમંડ મશીનરી માટે (PLI) યોજના માટે જમીન ફાળવણી માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.

આ બાબતે જીજેઇપીસીના ગુજરાત રીજિયનના ચેરમેન દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું કે, કેન્દ્રના કોમર્સ મંત્રી પીયૂષ ગોયલ સાથે જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ, મનીષ જીવાણી, મુકેશ એમ. કાંતિલાલ, પલ વિરાણી, સ્નેહલ ડુંગરાણી, ચિરાગ ભથવારી અને સમીર જોષી વગેરે સાથે સંયુક્ત બેઠક યોજાઇ હતી.

તમે આ વાંચી શકો છો: Surat Diamond Bourse 4,350 ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકોએ સદસ્યતાની નોંધણી કરાવી

તમે આ વાંચી શકો છો: Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો ?-India News Gujarat

SHARE

Related stories

Latest stories