Female Rescued: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીના પ્રેમીએ દગો દેતાં હતાશ થઈ અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી. ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન સહિતના લોકોએ બચાવી તેના પિતાને સોંપી દીધી હતી. યુવતી બ્રિજની જાળી ઓળંગી તે નદીમાં કૂદે એ પહેલા જ બચાવી લેવામાં આવી હતી. યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી પડી હતી.
Female Rescued: વાતોમાં પરોવી પકડી લીધી પછી બચાવાય
અમરોલી જૂના જકાતનાકા પાસે ટ્રાફિક પોલીસના તાબા હેઠળના ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓની નજર તાપી નદીના બ્રિજની લોખંડની ગ્રીલ ઉપર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી યુવતી ઉપર પડી હતી, ત્યારે નજીક ટ્રાફિક પોલીસચોકી ઉપર ફરજ બજાવતા રાહુલ કૈલાશભાઈ દાયમાને તાત્કાલિક રિક્ષાચાલકે બૂમ પાડીને બોલાવી લીધો હતો. બીજી તરફ રાહુલ સતર્કતાથી આપઘાત કરવા જઈ રહેલી યુવતીની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. એ પછી વાતમાં પરોવીને અન્ય લોકો સાથે તેને પકડી રાખી હતી અને તુરંત જ ફાયર કન્ટ્રોલ અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન મહિલાઓ સહિત લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને ફાયરે બ્રિજની જાળીને કટર વડે કાપીને તેને સલામત રીતે બચાવી હતી.
યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતાં છેલ્લા ચાર વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી. આ યુવતી સાથે પ્રેમી યુવાને અત્યાર સુધી પોતે અપરિણીત હોવાનું કહીને સંબંધ શરૂ રાખ્યો હતો, પરંતુ ગઈકાલે યુવતીને પોતાનો પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જણાયું હતું. પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતાં કતારગામ વિસ્તારમાં રહેતી હતાશ યુવતીએ તાપી નદીમાં કૂદી આપઘાત કરવા જઈ રહી હતી. ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ યુવતીને આપઘાત કરતા બચાવી લઇને સરાહનીય કાર્ય કર્યુ હતું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT