HomeGujaratFamily Feud Leads To Death: ભત્રીજા આવેસમાં આવીને પોતાના સગા કાકાની કરી...

Family Feud Leads To Death: ભત્રીજા આવેસમાં આવીને પોતાના સગા કાકાની કરી હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી – INDIA NEWS GUJARAT

Date:

Family Feud Leads To Death: સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ સગા કાકાની હત્યા કરનારા ભત્રિજાની પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વતનમાં બેથી ત્રણ વખત થયેલી નાની મોટી માથાકૂટ બાદ બીજી ફેબ્રુઆરીના રોજ બંને કાકા-ભત્રિજા વચ્ચે ફરી બબાલ થઈ હતી. જ્યાં આવેશમાં આવી બાજુમાં રહેલા બોથર્ડ પદાર્થ ઊંચકી કાકા પર ઘા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.

પાંડેસરા વિસ્તાર નજીક યુવકના હત્યાનો મામલો

બીજી ફેબ્રુઆરીના રોજ પાંડેસરા પોલીસ મથક ની હદમાં આવેલા સીટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ખાતા નજીકથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવક દિનેશ નિશાદ નામનો યુવક છે અને સુરતના ભેસ્તાન ખાતે સુડા આવાસનો રહેવાસી છે. એટલું જ નહીં પરંતુ બાટલીબોય ખાતે આવેલા લુમ્સ ખાતામાં તે કામ કરતો હતો અને તેના ભત્રિજા બ્રિજેશ નિષાદ જોડે તેનો મોડી રાત્રીના સમય દરમિયાન ઝઘડો થયો હતો. પાંડેસરા પોલીસ મથકના એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આ ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા સગા ભત્રિજા બ્રિજેશ નિશાદે બાજુમાં રહેલા બોથર્ડ પદાર્થ વડે પોતાના કાકા દિનેશ નિશાદ પર જીવલેણ હુમલો કરતા તે મોતને ભેટ્યો હતો.

Family Feud Leads To Death: પોલીસે આરોપી બ્રિજેશ ધનરેશ નિષાદની ધરપકડ કરી

હત્યાની આ ઘટના બાદ બ્રિજેશ નિશાદ ફરાર થઈ ગયો હતો. જ્યાં પાંડેસરા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોતાના સગા કાકાની હત્યા કરનારા આરોપી બ્રિજેશ નીશાદની પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વતનમાં બે થી ત્રણ વખત પોતાના કાકા જોડે માથાકૂટ અને ઝઘડો થયો હતો. જેની અદાવતમાં ગત બીજી ફેબ્રુઆરી ના રોજ મોડી રાત્રિના સમયે બંને કાકા ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલમાં આવેશમાં આવી હત્યા કરી નાખી હતી.

આવેશમાં આવીને વ્યક્તિ ગંભીર પ્રકારના ગુના કરી બેશે છે અને પાછળથી પસ્તાવા શિવાય કોઈ ઉપાય નથી રહેતો, આ કિસ્સામાં પણ કઈક આવુજ બન્યું છે અને ભત્રીજાએ આવેસમાં આવીને પોતાના સગા કાકાની હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપીને પોતાની જિંદગી પણ ખરાબ કરી નાખી છે.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Latest stories