HomeSurat NewsE-Library: શિક્ષણ અધિકારીની ઑફિસ ખાતે મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો...

E-Library: શિક્ષણ અધિકારીની ઑફિસ ખાતે મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચશે – INDIA NEWS GUJARAT

Date:

E-Library: સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઑફિસ ખાતે ઈ લાયબ્રેરી શરુ કરવામાં આવી છે. જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 બુક્સના QR કોડ અહીં લગાડવામાં આવ્યા છે.

E-Library: ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના QR કોડ લગાડાયા

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઑફિસ ખાતે ઈ લાયબ્રેરી શરુ કરવામાં આવી છે જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. શિક્ષણ અધિકારીની ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના કયુઆર કોડ લગાડવામાં આવ્યા છે. આ કયુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે. જેથી મુલાકાતી ઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય. તેમાં ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 બુક્સના કયુઆર કોડ અહી લગાડવામાં આવ્યા છે. આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના કયુઆર કોડ પણ અહી લગાડવામાં આવશે.

આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યુંકે, અહીં મેં જિલ્લા શિક્ષણ અધિકારી ચાર્જ લીધો તે પછી મેં જોયું કે ઘણા મુલાકાતીઓ અહીં આવે છે. અને ઘણો બધો સમય પસાર કરે છે. જો મુલાકાતીઓને કોઈ બુક મળી જાય તો એ વચ્ચે અને સમય પસાર થાય તો તેમને ખબર નહિ પડે અને એમનું કામ પણ થઇ જાય જેના માટે અમે અહીં દિવાલ ઉપર 63 બૂક્સ લગાવી છે. જેનો ક્યુઆર કોડ લગવામાં આવ્યો છે. આજે દરેક પાસે ફોન તો હોય જ છે. એટલે લગાવામાં આવેલ ક્યુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરી અને એ બૂક્સ પોતાના જોડે આખી બૂક્સ ને લઈ શકે છે. અને વાંચી શકે છે. એટલે એ સમય મુલાકાતી ઓનો સમય પસાર પણ થશે તે સાથે તેમને જ્ઞાન પણ મળશે.

હાલ 63 બૂક્સ છે. આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના કયુઆર કોડ પણ અહી લગાડવામાં આવશે. ડિઝિટલ બની રહેલી દુનિયામાં હવે તમામ સુવિધાઓ મોબાઈલ માં ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે આ નવો ઇનોવેટિવ આઇડિયા હવે અન્ય જગ્યાએ પણ અનુકરણીય બની શકે છે બસ ખાલી ઈચ્છા શક્તિની જરૂરત છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories