HomeSurat NewsDrone Didi Scheme: હવે આંગળીઓના ટેરવે ઉડાવે છે 5 લાખનું ડ્રોન -...

Drone Didi Scheme: હવે આંગળીઓના ટેરવે ઉડાવે છે 5 લાખનું ડ્રોન – INDIA NEWS GUJARAT

Date:

Drone Didi Scheme: ભરૂચના સીમલીયા ગામમાં રહેતી કૃષ્ણા પટેલે નાનપણથી પાયલોટ બનવાની મહેચ્છા હતી પણ તે પૂરી તો નથી થઇ પણ તે હાલમાં ડ્રોન દીદી બનીને ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે. 2 વિંધા જમીનમાં ખેતમજૂરો મારફતે દવા છંટાવવામાં આવે તો 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે પણ ડ્રોનની મદદથી આ કામ માત્ર 15 મિનિટમાં થઈ જાય છે. આ દીકરીનો વીડિયો વડાપપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ એકાઉન્ટપરથી શેર કર્યો છે.

Drone Didi Scheme: કૃષ્ણાની નાનપણથી વિમાન ઉડાડવાની ઈચ્છા હતી

હલદરવાના ખેડૂત પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલના લગ્ન સીમલીયા ગામમાં હરિકૃષ્ણ પટેલ સાથે થયાં છે. નાનપણથી કૃષ્ણાને પાયલોટ બનવાની ઇચ્છા હતી પણ તે પૂર્ણ થઇ શકી નથી અને તેણે એમએસસી (કેમસ્ટ્રી) સુધીનો અભ્યાસ કર્યો છે. ઘરકામની સાથે ખેતીકામ કરતી કૃષ્ણા ગામના ઓમ સખી મંડળ સાથે સંકળાયેલી છે. જીએનએફસી કંપની તરફથી CSR વિંગ NARDES (નારદેસ- નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી) દ્વારા ગુજરાતના વિવિધ જીલ્લાના સ્વસહાય જૂથો માંથી પસંદ કરાયેલા 20 ગ્રામીણ મહિલાઓને DGCA (ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન) દ્વારા માન્ય “ડ્રોન પાયલોટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની ડ્રોન દીદી યોજના મહિલા ખેડૂતોની પસંદગી કરવાની કાર્યવાહી હાથ ધરતાં તેમાં કૃષ્ણાને તક મળી હતી. ગુજરાતમાંથી પસંદગી પામેલી 20 મહિલાઓને અમદાવાદ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતરગત તાલીમ મેળવી

પાયલોટ બનવાની અધુરી રહેલી મહેચ્છા હવે તેણે ડ્રોન પાયલોટ બનીને પૂર્ણ કરી છે. આ અંગે કૃષ્ણાના સસરા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે,અમારું પણ ખેતર છે અમે આખો દિવસ તાપમાં રહીને ખેતરમાં મજૂરી કરી છે. જ્યારે દવા છાંટવાના સમયે ખભા ઉપર દવાના પંપ લગાવી કલાકો તાપમાં ફરીને ખેતરોમાં દવા છંટકાવ કરતા હતા. પરંતુ હાલમાં સરકાર દ્વારા આજની મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની ટ્રેનીંગ આપીને માત્ર 40 થી 50 મિનિટમાં ખેતરોના પાકમાં દવા છંટકાવ કરી શકાય છે. તે ઘણી જ સારી વાત છે. આજે મારી પુત્રવધુ એ આ ડ્રોનની ટ્રેનિંગ મેળવી અમને અને અન્ય ખેડૂતોને મદદરૂપ થનાર છે તે ઘણી ખુશીની વાત છે.

જ્યારે આ કામગીરી અંગે કૃષ્ણાના પતિ હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે, મારા પત્નીને નમો ડ્રોન દીદી યોજનામાં માટે પસંદગી કરવામાં આવી છે. આ ડ્રોનથી ખેડૂતોને ખેતીમાં ઘણો જ ફાયદો મળનાર છે. જેનાથી ખેડૂતોનું કામ આશાન થઈ જનાર છે. આ કામમાં હું પણ મારા પત્નીની ઘણી મદદ કરું છું.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories