HomeIndiaDon't Give Non Veg To Dogs: શ્વાને બાળકીનો ભોગ લેતા સુરતી મેયરેનું...

Don’t Give Non Veg To Dogs: શ્વાને બાળકીનો ભોગ લેતા સુરતી મેયરેનું નિવેદન, નોનવેજથી શ્વાન હિંસક બને છે – મેયર – INDIA NEWS GUJARAT

Date:

Don’t Give Non Veg To Dogs: સુરતના પાંડેસરામાં ગતરોજ એક ચાર વર્ષની બાળકીને કૂતરાઓએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. શ્વાન આતંક મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, અમે આ મામલે નક્કર કાર્યવાહી કરીશું, પરંતુ નોનવેજ ખાનારા લોકોને તેમને સૂચન કર્યું કે, નોનવેજ વેચતા લોકો અને ખાનારા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે અને એ ખાવા માટે શ્વાનો પ્રેરાય છે અને તે સમયે નજીકમાં નીકળતા લોકો પર શ્વાનો હિંસક બની જતા હોય છે.

વીડિયોગ્રાફી સાથે રસીકરણ અને ખસીકરણનું પ્લાનિંગ

રખડતાં શ્વાન દ્વારા હિંસક હુમલો કરવાની ઘટના રોજ બરોજ પ્રકાસમાં આવતી રહે છે જેમાં ગત રોજ ચાર વર્ષની બાળકી પર શ્વાનના ઝુંડ દ્વારા હુમલો કરાતા બાળકીનું અવસાન થયું હતું પછી શ્વાન મામલે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ગતરોજ પાંડેસરામાં જે ઘટના બની તે ખુબ જ દુઃખદ છે, પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું. હમણાં અમે નવો કોન્ટ્રક્ટ રીન્યુ કર્યો છે, લગભગ સાતેક હજાર શ્વાનોના રસીકરણ અને ખસીકરણ અમે કર્યા છે. પણ પાંડેસરા એરિયામાં ઘણા ડોગ બાઈટના કિસ્સા આવ્યા છે, એ એરિયાને આઈડિફિકેશન કરી એ એરિયામાં જેટલા શ્વાન છે, તેને લઈને ત્યાં રસીકરણ અને ખસીકરણ કરીશું, પણ હવે નક્કર પગલાના આધારે એનું મોનિટરિંગ કરી અને વીડિયોગ્રાફી કરી અમે રસીકરણ અને ખસીકરણ કરીશું.

Don’t Give Non Veg To Dogs: નોનવેજનો કચરો ગમે ત્યાં ફેંકે છે – મેયર

વધુમાં જણાવ્યું હતું કે પ્રજાને પણ નમ્ર અપીલ કરું છું કે, નોનવેજ ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય છે. એ કચરો અયોગ્ય જગ્યાએ નહીં નાખો, ઘણી વખત અયોગ્ય જગ્યાએ કચરો નાખીને રાહદારીઓ જતા રહે છે, અને આ કચરો ખાવા માટે શ્વાન કઈને કઈ ફંફોળતા હોય છે અને ત્યાંથી કોઈ રાહદારી નીકળે છે, ત્યારે શ્વાન હિંસક બને છે ત્યારે આવી ઘટના થાય છે એવું અમારે ધ્યાને આવ્યું છે. ઘણી જગ્યાએ કેનાલ પર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ વેચીને થોડોઘણો કચરો નાખીને લોકો ચાલ્યા જાય છે અને એ કચરામાંથી નોનવેજ ખાઈને ઘણી વખત શ્વાન આવી રીતે હિંસક બનતા હોય છે.

જ્યાંથી શ્વાનને પકડીએ ત્યાં છોડી દેવામાં આવે

આવી ઘટના બીજી વખત ન થાય એ માટે સુરત મહાનગર પાલિકા આવનારા સમયમાં અલગ બજેટ ફાળવી યોગ્ય પગલા ભરવા જઈ રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમની ગાઈડ લાઈન છે કે અમે જ્યાંથી શ્વાનને પકડીએ છીએ ત્યાં અમારે 7 થી 8 દિવસમાં શ્વાનને છોડી દેવામાં આવે છે. ઘણી વાર અમે શ્વાન નથી છોડતા તેવા કિસ્સામાં એક નાગરિકે કેસ કર્યો હતો કે અમારો શ્વાન છોડવા તમે કેમ નથી આવતા. એટલા આવા કિસ્સામાં અમારા પણ હાથ બંધાય જાય છે, પણ હવે આવનારા સમયમાં સુરતમાં હાલમાં શ્વાન કેટલા છે, એની અમે ગણતરી પણ કરીશું અને કેટલા ડોઝ રસીકરણ અને ખસીકરણના આપીએ છીએ તેનું મોનિટરિંગ પણ કરીશું. આવા બનાવ ન બને તે માટેની તકેદારી પણ રાખીશું.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories