Diamond Industry પર રશિયા યુક્રેન યુદ્ધની કોઈ અસર નહીં:નિકાસમાં 18 ટકાનો વધારો -INDIA NEWS GUJARAT
- Diamond Industry પર રશિયા-યુક્રેનના યુદ્ધ છતાં Diamondની માંગ પર કોઈ અસર થઈ નહિ. ફેબ્રુઆરીમાં કટ અને પોલિશ્ડ Diamondની નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 18 ટકા વધી છે.
- નાણાકીય વર્ષ 2020-21માં 12615.50 કરોડના કટ અને પોલિશ્ડ Diamondની નિકાસ કરવામાં આવી હતી, જે 2021-22માં વધીને 14841.90 કરોડ થઈ હતી. છેલ્લા 10 મહિનામાં કટ અને પોલિશ્ડ Diamondની નિકાસ સરેરાશ 40 ટકાના દરે વધી છે.
હીરાની( Diamond) નિકાસમાં વધુ વધારો થશે -INDIA NEWS GUJARAT
- હીરા(Diamond) ઉદ્યોગકારો આને બિઝનેસ માટે સારો સંકેત માની રહ્યા છે. સુરત અને સમગ્ર દેશમાં ઉત્પાદિત Diamondમાંથી 40 ટકા યુએસમાં નિકાસ થાય છે. ઉદ્યોગકારોનું માનીએ તો આગામી દિવસોમાં Diamond ની નિકાસમાં વધુ વધારો થશે.
- ડાયમંડ ઉદ્યોગકારે એ જણાવ્યું કે બે અઠવાડિયા પહેલા કટ અને પોલીશ્ડ Diamond ની સારી માંગ હતી. યુવાનોને જ્વેલરીમાં ફેન્સી કટ Diamond વધુ ગમે છે. જેના કારણે સુરતના ઉદ્યોગકારો પાસે ફેન્સી કટ ડાયમંડના વધુ ઓર્ડર છે. છેલ્લા 10 મહિનામાં મોટા પાયે ઓર્ડર મળવાને કારણે નિકાસમાં વધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે Diamond Industry પર સંકટ આવવાની શક્યતા હતી, પરંતુ સ્થિતિ બરાબર છે. – LATEST NEWS
રફ (Diamond) હીરાના ભાવમાં સતત વધારો -INDIA NEWS GUJARAT
- છેલ્લા કેટલાક મહિનાઓથી રફ Diamond ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કટ અને પોલિશ્ડ Diamond ની કિંમત સરખામણીમાં વધી નથી. જેનાથી Diamond ઉદ્યોગકારો નારાજ છે. છેલ્લા 6 મહિનામાં રફ Diamond ની કિંમતમાં 40%નો વધારો થયો છે. કટ અને પોલિશ્ડ Diamond ની કિંમતમાં ભાગ્યે જ 10%નો વધારો થયો છે. હવે બજારમાં ખરીદી કરવી સામાન્ય છે.
- આગામી દિવસોમાં Diamond ની સારી માંગ રહી શકે છે.આમ, ફેબ્રુઆરી મહિનામાં કટ અને પોલીશડ ડાયમંડની નિકાસમાં 18 ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ છતાં નિકાસમાં કોઈ ઘટાડો આવ્યો નથી. અને ઉદ્યોગકારો તેને સારી બાબત ગણાવી રહ્યા છે. –LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Meeting for BOARD EXAM in Surat SMC
તમે આ વાંચી શકો છો: Closing Bell-Share Bazaar સત્રમાં ઘટાડા સાથે બંધ થયુ બજાર