Dhairyakant Chauhan’s Photography: સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર સ્વ.ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તિતિના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સના અદભૂત પ્રદર્શનનો સુરત મેયર દક્ષેશ માવાણીએ બે દિવસ માટે આરંભ કરાવ્યો છે. જે 17 અને 18 મી તારીખ સુધી આ ફોટોગ્રાફીનું પ્રદર્શન શહેરીજનો નિહાળી શકશે.
ગુજરાત આધારિત અદભૂત ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ સંકુલની આર્ટ ગેલેરી ખાતે સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતાપુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા સ્વ. ધૈર્યકાંત ચૌહાણે પોતાના કેમેરામાં કંડારેલી ગુજરાતની લુપ્ત થતી જતી જાતિઓ, ગ્રામીણ જીવન અને સભ્યતાના દર્શન કરાવતી તસ્વીરોના પ્રદર્શનનો આરંભ શહેર મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર, હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
Dhairyakant Chauhan’s Photography: સ્વ. ધૈર્યકાંત ચૌહાણે પોતાના કેમેરામાં કંડારેલી ફોટોગ્રાફી
સ્વ. ધૈર્યકાંત ચૌહાણે ગુજરાત ભ્રમણ દરમિયાન ગ્રામીણ જીવન, ગ્રામીણ સભ્યતાના સાક્ષાત્કાર થાય તેવી તસ્વીરો પોતાના કેમેરે કંડારી હતી. આ તસ્વીરોના સંપુટને તિતિઝ વર્લ્ડ તરીકે સામાન્ય લોકો નિહાળી શકે તે માટે પ્રદર્શન સ્વરૂપની ખાસ વ્યવસ્થા સ્વ. ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે કરી છે. તિતિઝ વર્લ્ડના ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં તિતિએ ગુજરાતની કેટલીક વિચરતી જતી જાતિઓ, લુપ્ત થતી જતી વસતિઓની જીવન શૈલીને આબાદ રીતે કેમેરામાં કંડારી છે. આજે ઉદઘાટન સમારોહ બાદ તિતિઝ વર્લ્ડ એક્ઝિબિશનના આયોજક દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું હતું કે કેમેરાના લેન્સ પાછળ તિતિની દ્રષ્ટી કંઇક અનોંખી હતી. આજે ફોટોગ્રાફી અત્યંત સામાન્ય બાબત થઇ ચૂકી છે. હરકોઇ પોતાના મોબાઇલના કેમેરાથી તસ્વીરો ખેંચી શકે છે. પરંતુ હું સાક્ષી છું, મારા પતિની એ દ્રષ્ટી કે જે ફોટોગ્રાફિક સેન્સની સાથે અદભૂત ટાઇમિંગ પર ક્લીક કરી શકવાની અનોખી ક્ષમતા ધરાવતા હતા.
આર્ટ ગેલેરીમાં આ અદભૂત ફોટોગ્રાફી જોતાં તસવીરકાર સ્વ. ધૈર્યકાંત ચૌહાણના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સના અદભૂત પ્રદર્શનનો લહાવો લેવા સુરતી સહિતના દૂરના વિસ્તારના કલાપ્રેમી લોકો પહોંચી રહ્યા છે અને અથાક મહેનતે કેમેરામાં કંડારાયેલી અદભૂત અલૌકિક તસવીરો નિહાળી કલાકારની કલાની કદર કરી રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: