Dangerous Bike Stunt: સુરત માંથી વધુ એક મોપેડ પર જોખમી રીતે સ્ટંટનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં બે ટાબરીયાઓ દ્વારા ઈલેક્ટ્રીક મોપેડ પર જોખમી સ્ટંટ કરીને ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં ટાબરીયા પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે BRTSમાં પણ ઘૂસીને મોપેડ ચલાવી હત
બંને ટાબારીયા જીવના જોખમે રસ્તા પર સ્ટંટ કર્યા
સુરતના રસ્તાઓ પર છાસવારે મોપેડ, બાઈક કે ફોર વ્હીલ પર સ્ટંટ કરતા હોય એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા થકી સામે આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે પરંતુ, તેમ છતાં સુધરે એ બીજા. ત્યારે વધુ એક સુરતના રસ્તા પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સામે આવ્યો છે. જેમાં ઈલેક્ટ્રીક મોપેડ પર બે કિશોરવયના ટાબરિયાઓ જીવના જોખમે સ્ટંટ કરતાં હોવાનું જોવા મળ્યું છે. સુરતના પાંડેસરાના પિયુષ પોઇન્ટથી દક્ષેશ્વર મંદિર સુધીના રસ્તા પર ઈલેક્ટ્રીક મોપેડ પર બે ટાબરિયા જોખમી રીતે સ્ટંટ કરીને હંકારતા હતા.
બંને માંથી એક ટાબરિયુ આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવી રહ્યો હતો. જ્યારે એક યુવક પાછળની સીટ પર મોંને ઢાંકીને બેઠો હતો. બંને એવી રીતે ચલાવતા હતા કે જાણે હમણા જ કોઈ સાથે અથડાઈ જશે. બંને ટાબરિયાઓએ પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર થતા કોઈ ફોરવ્હીલ ચાલકે જોખમી સ્ટન્ટનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં આ બંને ટાબરીયા માત્ર રસ્તા પર જ નહીં પરંતુ, BRTSના રુટમાં પણ ઘૂસી જઈને જોખમી સ્ટંટ કરતી સ્ટાઇલમાં મોપેડ હંકારી હતી.
Dangerous Bike Stunt: કાયદાનું ભાન કરાવવા પોલીસે કરી ધરપકડ
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો બાદ પાંડેસરા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે વીડિયોની ગંભીરતાને જોઈ તાત્કાલિક બંને બાળકોને શોધી કાઢવા માટે લગાવી હતી. આ દરમિયાન મોડી સાંજે પાંડેસરા પોલીસે જોખમી રીતે મોપેડ ચલાવનાર બંને ટાબરીયાઓને પકડી પાડ્યા હતા અને તેમને ડિટેઇન કરી તેમના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાનું ભાન થાય તે પ્રકારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: