HomeSurat NewsCollege Annual Function: કોલેજોનો વાર્ષિકોત્સવ સમાહરોહ યોજાયો, કાર્યક્રમમાં 1700થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ...

College Annual Function: કોલેજોનો વાર્ષિકોત્સવ સમાહરોહ યોજાયો, કાર્યક્રમમાં 1700થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો – INDIA NEWS GUJARAT

Date:

College Annual Function: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેક્શન હોલ ખાતે ઝેડ.એફ. વાડિયા વિમેન્સ કોલેજ અને એન.કે. જહોટા કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિકોત્સવ સમાહરોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

College Annual Function: વિવિધ નૃત્ય અને સ્વરક્ષણ સહિતની કૃતિ રજૂ કરાય

સુરત શહેરની ઝેડ.એફ.વાડિયા વિમેન્સ કોલેજ અને એન.કે.જહોટા કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિકોત્સવ સમાહરોહની ઉજવણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેક્શન હોલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગણેશ વંદના,ગામીત નૃત્ય,ગરબા,કરાટે સેલ્ફ ડિફેન્સ ટેક્નિક,મરાઠી નૃત્યાંગના,રાજસ્થાની ઘુમર,સમુહ નૃત્ય,સ્વરચિત વસ્ત્ર પરિધાન નિદર્શન, લલાટી નૃત્ય,કચ્છી રાજસ્થાની નૃત્ય અને NSS ગ્રૂપ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ સાથે કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારો દેખાવ કરનારી વિદ્યાર્થીનીઓ ને ઇનામ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યામંદિર સોસાયટીના ચેરમેન અને કોલેજનો સંપૂર્ણ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ સાથે ૧૭૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવેલી કૃતિઓએ હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ખુબજ મોટી સંખ્યામાં હાજર દર્શકોએ તાળીઓના ગણગણાટ થી તમામ કલાકારોને વધાવી લીધા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

Vikrant Masseyએ કારકિર્દીના શરૂઆતી તબક્કા વિશે કર્યો ખુલાસો, દર મહિને 35 લાખ રૂપિયા કમાવા છતાં ટીવી છોડી દીધું

તમે આ પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Latest stories