HomeEntertainmentCleanliness Week:ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ગાંધી જયંતિ’પછીના સાત દિવસ માટે ‘સ્વચ્છતા સપ્તાહ’ઉજવાશે-India...

Cleanliness Week:ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ગાંધી જયંતિ’પછીના સાત દિવસ માટે ‘સ્વચ્છતા સપ્તાહ’ઉજવાશે-India News Gujarat

Date:

Cleanliness Week:સુરત. મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં તા. ૧પ સપ્ટેમ્બરથી ૧પ ઓકટોબર– ર૦ર૩ દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’કાર્યક્રમો યોજાઇ રહયા છે.

‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉપલક્ષ્યમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– સુરતના ઉપક્રમે તા. ૦ર ઓકટોબર, ર૦ર૩ના રોજ ‘ગાંધી જયંતિ’પછીના સાત દિવસ માટે ‘સ્વચ્છતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં જ્યારે વૈશ્વિક વાતાવરણમાં ખૂબ જ મોટી ઉથલપાથલ થઇ રહી છે ત્યારે વાતાવરણ અને ઉદ્યોગોને પ્રદુષણ મુકત બનાવવા માટે તથા સમાજનો તેમાં સહયોગ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વચ્છતા સપ્તાહ ઉજવાશે.

ખાસ કરીને સ્વચ્છ શેરી – મહોલ્લો, સ્વચ્છ એપાર્ટમેન્ટ, સ્વચ્છ શાળા – કોલેજ, સ્વચ્છ સમાજ, સ્વચ્છ ઔદ્યોગિક એકમો/વસાહતો માટે સ્પર્ધા યોજાશે.

જેના ભાગ રૂપે નિષ્ણાંતોની ટીમ એટલે જ્યુરી, સાત દિવસ સુધી શહેરભરમાં ફરી વિવિધ વિસ્તારો તેમજ ઔદ્યોગિક વસાહતોની મુલાકાત લેશે.

 ત્યારબાદ સૌથી વધુ સ્વચ્છતા જાળવનારા વિજેતાઓને ઇનામો આપીને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories