Cleanliness Awareness: થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મનપાએ 5 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનો વરઘોડા નિકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ-બૂટમાં સજ્જ થઈ જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડી રસ્તો વાળવા લાગ્યા હતા. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે.
ફટાકડા ફોડવાથી રસ્તા પર કાગળનો કચરો થયો હતો
કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાનો આનંદ તો જાનૈયાઓએ ખૂબ લીધો હતો. પરંતુ ત્યારબાદ પોતાની ફરજ પણ તેઓ ચૂક્યા નહોતા. રસ્તા ઉપર ફટાકડા ફોડવાને કારણે કાગળનો કચરો થયો હતો તે ખૂબ જ ખરાબ દેખાતો હતો. જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી લીધો હતો. વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ શૂટ-બુટ પહેરીને જાતે જ રસ્તા ઉપર સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ દૃશ્યોને લઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે. વરઘોડાનો આનંદ લેવાની સાથે શહેરની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.
Cleanliness Awareness: હવે મનપા CCTVના આધારે કરેછે દંડ કરવાની કાર્યવાહી
હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વરઘોડા નીકળતા રહે છે. દરમિયાન લોકો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે સ્વાભાવિક રીતે જ ફટાકડા ફોડતા હોય છે. પરંતુ તેના કારણે ખૂબ કચરો રસ્તા ઉપર દેખાતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ વરઘોડા કાઢનાર હોય છે તેમની પાસેથી કચરો કરવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરાયું છે. આ મેસેજ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી જતા લોકો પોતાની ફરજ જાતે જ નિભાવવા માટે તત્પર થયા છે.
મનપા દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પાંચ હજાર રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા લોકો પણ હવે જાગૃત થવા લાગ્યા છે. માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે-સાથે સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
Newborn Follow Up: બે દિવસ અગાઉ રસ્તા પરથી મળેલી બાળકીનું સારવાર દરમ્યાન મોત – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: