Bunty Bubbly In Surat: સુરતમાં એક તરફ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણાતા વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરાતી હતી ત્યારે બીજી તરફ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો હોવાની હકીકત સામે આવી હતી. યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા ૯૬.૪૪ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Bunty Bubbly In Surat: પ્રેમજાળમાં ફસાવી 96 લાખ રોકડની ચોરી
વેડરોડ વિરામનગર સોસાયટી સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષના દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષની મહિલા જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમ્યાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દિકરાઓ પણ સાથે જ રહેતા હતા. જયશ્રીએ દીલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/02/CHORI-1.jpg)
બંટી બબલીને ઝડપી પાડી 96 લાખની ચોરીનો ગુનો ઉકેલાયો
છેલ્લા કેટલાંક સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવાર નવાર મળવા માટે આવ્યો હતો. આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેતી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતુ. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલ પ્રેમી સાથે ચોરી કરી નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યાં છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત ૨૩મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણુકંજ સોસાયટીનું મકાન વેચી નાંખ્યું હતું જેના રૂપિયા ૯૬.૪૪ લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી. દરમ્યાન ગત ૩૧મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ પોતાના પ્રેમી સાથે મળીને આ રકમની ચોરી કરીને નાસી છૂટી હતી.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/02/CHORI-2.jpg)
દિલીપને શંકા જતા ઘરના દરવાજાનું તાળુ તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા ૯૬.૪૪ લાખ રૂપિયા પણ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધ આવ્યા હતાં. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનુ બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તપાસ કરીને બંને બંટી બબલીને ઝડપી પાડીને રોકડ રકમ ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: