Board Exams 2024: સમગ્ર રાજય સહીત જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલ વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસ.એસ.સી અને એચ.એસ.સીના વિધાર્થીઓનુ શાળાના શિક્ષકો દ્વારા તિલક કરી મો મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી.
Board Exams 2024: શિક્ષણ વિભાગ દ્વારા તમામ તકેદારી રખાય
ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓ માથી કિમ પી.કે દેસાઈ શાળા સહીત ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિધાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિધાર્થીઓને શિક્ષકો તેમજ સ્થાનિક મંડળના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહી વિધાર્થીઓને કંકુથી તિલક કરી મો મીઠુ કરાવ્યુ હતુ અને વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને વિધાર્થીઓ ને પરીક્ષા ખડમાં પ્રવેશ અપાયો હતો. તો બીજી તરફ પરીક્ષા કેન્દ્ર પર પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત થઈ ગઈ હતી. તેમજ આજના પ્રથમ દિવસ હોય વિધાર્થીઓ નાં વાલીઓ પર પરીક્ષા કેન્દ પર ઉપસ્થિત રહ્યાં હતા. શાળા સંચાલકો દ્વારા વિધાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારી કરી છે.
બોર્ડની પરીક્ષા શરૂ થતાં બોર્ડના ગ્રામ્ય વિસ્તાર માંથી વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોચી શકે તે માટે એસ.ટી.તંત્ર એસટીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા અંગે પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્ર પર પોલીસ જવાનો તેનાત રહ્યાં હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: