ATM Robbery: વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જોકે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાગરા પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકવાનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં નાકામ રહેતાં વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3થી 4 લાખ રૂપિયા હોવાનું જણાવા મળી રહ્યું છે.
ATM Robbery: LCB-SOG ની ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ
તસ્કરો હવે કોઈ પણ હદે જઈને ચોરી કરવાની તૈયારી સાથે બૅન્કનું આખે આખું એટીએમ ચોરીને લઈ ગયા હોવાની છોકવનારી ઘટના સામે આવી છે. એચડીએફસી બેન્કનું આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જોકે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાગરા પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકવાનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં નાકામ રહેતાં વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3થી 4 લાખ રૂપિયા હોવાનું જણાવા મળી રહ્યું છે. વાગરા પીએસઆઇ એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યાં છે. જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પગેરૂ શોધવામાં આવશે.
હાલમાં બેંકના અધિકારીઓ મેળવી રહ્યા છે રૂપિયાની વિગત
બેન્કના અધિકારીઓ હજી એટીએમમાં રહેલાં રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ ચાલુ છે. દરમ્યાન જાણવા મળતી વિગતો અનુશાર તસ્કરોએ પહેલાં દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યાં બાદ ત્યાં નિષ્ફળ જતાં વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યાં હોઇ તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે. વાગરા પોલીસ સહિત એલસીબી-એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યાં હોઇ તસ્કરોના સગડ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.